Cyclone Gulabનો મંડરાઈ રહ્યો છે ખતરો, 12 કલાક ‘ભારે’

આ રાજ્યોમાં યલો એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આંધ્રપ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં પ્રેશર સર્જાયુ છે જેના કારણે આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. બીજી બાજુ ચક્રવાતને પગલે પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે.

આ ચક્રવાતને ગુલાબ (Cyclone Gulab)નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતી તોફાન શનિવાર અને રવિવારે બે દિવસ સક્રિય રહી શકે છે. સોમવારે તે નબળું પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર અને નજીકના મધ્ય બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન તીવ્ર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જે આગામી 12 કલાકમાં ચક્રવાતમાં તીવ્ર બને તેવી શક્યતા છે. તે 26 સપ્ટેમ્બર સુધીમાં કલિંગપટ્ટનમની આસપાસ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. એટલુ જ નહીં હવામાન વિભાગે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી