યુપીમાં ચૂંટણી પેલા સપા નેતા વેપારીના ઘરમાંથી અધધ… રુ.150 કરોડ રોકડ મળ્યા

સમાજવાદી પરફ્યુમના વેપારીના ઘરે ITના દરોડા

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે ત્યાં બીજી બાજુ રાજ્યમાં રાજ્યમાં ઇન્કમ ટેક્સ (IT), એન્ફોર્સમન્ટ ડિરેક્ટોરેટ (ED) અને જીએસટીની ટીમો દરોડા પાડવા તૈયાર જ બેઠી હોય છે. ગુરુવારે ઇન્કમ ટેક્સ વિભાગે કન્નૌજના અત્તરના એક વેપારી પીયૂશ જૈનના ઘરે દરોડો પાડયો હતો સપા નેતા પીયૂષ જૈનના ઘરેથી ઈન્કમટેક્સને રૂ. 150 કરોડથી વધુની રકમ મળતા ચોંકી ગઈ છે. નોંધનીય છે કે, સપા નેતાએ તાજેતરમાં જ સમાજવાદી પરફ્યુમ પણ લોન્ચ કર્યું હતું.

દરોડાની જે તસવીરો સામે આવી છે તેમાં તિજોરીમાં નોટોનાં બંડલો પેક કરીને રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું છે. 500 રૂપિયાની નોટોના બંડલ બનાવીને રોકડ રાખવામાં આવી હતી. આ બંડલોને એ રીતે પેક કરવામાં આવ્યા હતા જેથી તેને આરામથી ગમે ત્યાં કુરિયર કરી શકાય. સૂત્રોએ જણાવ્યું હતું કે આઈટીની ટીમ ચાર નોટ કાઉન્ટીંગ મશીન સાથે આવી પહોંચી હતી. બાદમાં નોટો ગણવા માટે બીજા પણ મશીનો મંગાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં હાલ હાડ થીજવી નાંખતી ઠંડી પડી રહી છે, પરંતુ સમાજવાદી પાર્ટીના નેતાઓ અને તેની સાથે નજીકનો સંબંધ ધરાવતા શ્રીમંત લોકોના ઘરો ઉપર આઇટીની ટીમો દ્વારા પાડવામાં આવતા દરોડોના કારણે રાજ્યનું રાજકીય વાતાવરણ એકદમ ગરમ થઇ ગયું છે. બુધવારે કાનપુર સ્થિત શિખર પાન મસાલાની ઉત્પાદક કંપની ઉપર અને તેના માલિકોના ઘરે જીએસટી વિભાગો દરોડો પાડયો હતો અને હવે ગુરુવારે કન્નૌજના અત્તરના વેપારીના ઘરે આઇટીની ટીમ ત્રાટકીને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું હતું.

 96 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી