પેપરલીક કેસના આરોપી દર્શન પાસેથી 23 લાખ રૂપિયા કબ્જે કરાયા

તમામ આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે

ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે 23 લાખ રૂપિયા કબ્જે લેવાયા છે. આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરતા 23 લાખ રકમ મળી આવી. આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.

સાબરકાંઠા પોલીસનું કહેવું છે કે પેપર લીક કાંડના તાર ખેડા સુધી જોડાય તેવી શક્યતા છે. હાલમાં માતર પ્રાથમિક શાળાના અને મૂળ પ્રાંતિજના શિક્ષકને શંકાના આધારે ઉઠાવાયો છે. તેની તપાસ કરવામાં આવશે. હાલમાં તેને લઈને કોઈ ખાસ માહિતિ પોલીસ પાસે નથી તેમ પણ જણાવવામાં આવ્યું છે.

અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીમાં કોઈ સરકારી કર્મચારી આરોપી નથી. અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરાઈ છે. અન્ય આરોપીની શોધખોર ચાલી રહી છે. હજુ પણ કેટલાક નામો સામે આવી શકે છે. પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. 11 આરોપી પૈકી પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આઠ આરોપીને બપોર બાદ પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાશે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી