અલ્યા, ગણી ગણીને થાક્યા…! 235 કરોડ પહોંચ્યો આંકડો

ગણાય નહીં એટલા રૂપિયા મળ્યા પરફયુમ વેપારીના ઘરેથી

સમાજવાદી પરફ્યુમ બનાવતી કંપનીના પરિસરમાં GST ટીમના દરોડા પડ્યા હતા. પિયુષ જૈનના કાનપુર સ્થિત ઘરે હાલ સીબીઆઇની રેડ ચાલી રહી છે. જ્યારે કન્નૌજના તેના પિતાના ઘરે પણ દરોડા ચાલુ છે. બંને ઘરેથી મળીને હજુ સુધીમાં 235 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. જેમાં કાનપુરમાં  150 કરોડની રકમ હવે વધીને 177 કરોડ સુધી પહોંચી છે. ત્યાં સામે કન્નૌજથી પણ 58 કરોડ રૂપિયા મળ્યા હતા. આઅ સિવાય મોટી માત્રામાં ઘરેણાં અને કિંમતી સમાન પણ મળી આવ્યો હતો. 

બીજા એક અત્તરના વેપારી સંદીપ મિશ્રા ઉર્ફે રાનુંના ઘરે પણ રેડ ચાલી રહી છે અને ત્યાં પણ 19 કલાક ચાલેલા દરોડા બાદ કિંમતી કાગળો સહિતની ઘણી વસ્તુઓ મળી હતી. પિયુષ જૈનને જીએસટી ઇન્ટેલિજન્સ અધિકારી સર્વોદયનગરના ઓફિસે લઈ પહોંચ્યા હતા અને ત્યાં પણ છૂપી રીતે જ લઈ ગયા હતા. 

સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 250 કરોડની કરચોરીના પુરાવા મળ્યા છે. શેલ કંપનીઓ દ્વારા 100 કરોડથી વધુની લોન લેવાની વાત પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પરફ્યુમના લોન્ચિંગમાં અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા. અને તેની ફેક્ટરી ડિમ્પલ યાદવના મતવિસ્તાર કન્નૌજમાં છે.

ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પરફ્યુમ લોન્ચિંગમાં અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા. તેની ફેક્ટરી ડિમ્પલ યાદવના મત વિસ્તાર કન્નોજમાં છે. કરચોરીની અપેક્ષાએ અમદાવાદ GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI)ની ટીમે ગુરુવારે સવારે પરફ્યુમ વેપારી પિયુષ જૈનના ઘર, ફેક્ટરી, ઓફિસ, કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલ પંપ પર દરોડા પાડ્યા હતા.

આ કાર્યવાહી કાનપુર, કન્નૌજ, ગુજરાત, મુંબઈમાં આવેલી સંસ્થાઓ પર એક સાથે કરવામાં આવી હતી. પિયુષ જૈને એક મહિના પહેલા સમાજવાદી નામનું પરફ્યુમ પણ લોન્ચ કર્યું હતું. અધિકારીઓએ સ્થળ પરથી દસ્તાવેજો અને રોકડ જપ્ત કરી લીધી છે. પરફ્યુમ બિઝનેસમેન પિયુષ જૈન મૂળ કન્નૌજના છિપટ્ટીના છે. હાલ જુહી પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદપુરીમાં રહે છે. તેઓ સપના એક નેતાનાં નજીકના પણ છે અને કન્નૌજમાં એક પરફ્યુમ ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ અને એક પેટ્રોલ પંપના માલિક પણ છે. તેમની પરફ્યુમ કંપનીનું હેડ ઓફિસ મુંબઈ સ્થિત છે અને ત્યાં એક ઘર પણ ધરાવે છે.

ગુરુવારે સવારે મુંબઈની એક દ્વારા કાનપુરના અધિકારીઓ સાથે આનંદનગર સ્થિત ઘરે પહોંચીને આઅ છાપેમારી કરવામાં આવી હતી. તેઓ સાથે નોટ ગણવાના ચાર મશીન પણ સાથે લાવ્યા હતા. છતાં ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. મોટા મોટા કબાટ ભરીને પૈસા મળી આવ્યા હતા અને તેના ફોટો પણ વાયરલ થયા હતા.

આ રીતે મળી માહિતી..

ગુજરાતમાં પાન મસાલા લાદેલા ટ્રક પકડાયા બાદ DGGI ની ટીમે કન્નૌજ ના અત્તરના વેપારી પિયુષ જૈન વિષે જાણકારી મેળવી હતી.

ત્યાર બાદ કેન્દ્રીય CBIC ટીમે બુધવારની રાત્રે અત્તરના કારોબારીને ત્યાં દરોડા પડ્યા હતા. કાનપુરના ઘરે પડેલા આ દરોડામાં પાંચ સોની નોટોની મોટી મોટી ગડીઓ જોવા મળી હતી અને સાથે ગણતરી કરવા માટે પાંચ મશીનો મગવવા પડ્યા હતા અને શુક્રવાર રેટ સુધીમાં 177 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી