September 26, 2022
September 26, 2022

માનહાનિ કેસ: રાહુલ મુંબઈની નીચલી કોર્ટમાં હાજર રહ્યા, મળ્યા આગોતરા જામીન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરુવારે શિવડી કોર્ટમાં (મઝગાંવ) હાજર થયા છે. તેમણે કન્નડ પત્રકાર ગૌરી લંકેશની હત્યા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની વિચારધારાને જવાબદાર ગણાવી હતી. ત્યારપછી મુંબઈના સંઘ કાર્યકર્તા ધ્રુતીમાન જોશીએ ફેબ્રુઆરીમાં રાહુલ સામે નીચલી કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો હતો.

આ ઉપરાંત કેસ સંબંધિત હાજર થવા માટે સીપીઆઈ (એમ) નેતા સીતારામ યેચૂરી પણ કોર્ટ પહોંચ્યા હતા. પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડમાં વિવાદિત નિવેદનોમાં ફસાયેલા રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીએ ગૌરી લંકેશ હત્યાકાંડમાં વિવાસ્પદ નિવેદનો આપતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને લઇને આપત્તિજનક ટિપણી કરી હતી.

ફરિયાદમાં જોશીએ કહ્યું- રાહુલ ગાંધીએ પત્રકાર ગૌરી લંકેશની હત્યાની 24 કલાકની અંદર જ નિવેદન આપ્યું હતું કે, જે લોકો સંઘ અને ભાજપની વિચારધારા વિરુદ્ધ અવાજ ઉપાડે છે તેમના પર હુમલો કરવામાં આવે છે અને ત્યાં સુધી કે તેમની હત્યા કરી દેવામાં આવે છે. આ જ રીતે સીતારામ યેચુરીએ કહ્યું હતું કે, આરએસએસની વિચારધારાના લોકોએ ગૌરીની હત્યા કરી છે. આ લોકો રાજકીય ફાયદા માટે સંઘને બદનામ કરી રહ્યા છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી