ગુજરાતમાં પ્રવેશવા માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ જરૂરી

પહેલી એપ્રિલથી તમામ પ્રવાસીઓ માટે થશે લાગૂ

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં મોડેથી તંત્ર જાગ્યું છે. આવતીકાલ એટલે કે પહેલી એપ્રિલથી ગુજરાત પ્રવેશતાં પહેલાં ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. રિપોર્ટ બતાવ્યા બાદ જ હવાઈ મુસાફરી કરી શકાશે. અમદાવાદમાં પ્રવેશતાં પહેલાં 72 કલાક પહેલાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. અને જો રિપોર્ટ નહીં હોય તો એરપોર્ટ પર સ્વ ખર્ચે ટેસ્ટિંગ કરાવી શકાશે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર રોકાવું પડશે.

અમદાવાદ આવતા તમામ પ્રવાસીઓએ RTPCRનો રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે એટલે કે ફ્લાઈટમાં આવતા પ્રવાસીઓએ પોતાનો RTPCR ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવાનો રહશે. અમદાવાદ એરપોર્ટ ઉતરતાની સાથે જ પ્રવાસીઓ પાસે રિપોર્ટ લઈ આવ્યા છે કે નહીં તેનું ચેકીંગ થશે. તેમજ કોઈ પ્રવાસીઓ RT PCR રિપોર્ટ લીધા વગર આવ્યા છે તો તેને અમદાવાદ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એરપોર્ટની બહાર જવા દેવા માટે મંજૂરી આપવામાં આવશે.

મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના RT PCR ફરજિયાત છે જેને લઈ મહારાષ્ટ્રથી આવતી ટ્રેનના પ્રવાસીઓનું ચેકીંગ થાય છે. તેમજ જે પ્રવાસીઓ RT PCR કરાવીને આવ્યા નથી તેનો ટેસ્ટ કરવામાં આવે છે. તો આવતીકાલથી તો ગુજરાત આવતા તમામ પ્રવાસીઓને RT PCR ટેસ્ટ ફરજિયાત કર્યા છે. ટ્રેન, વિમાન, બસ અથવા પ્રાઇવેટ વાહનમાં આવતા પ્રવાસીઓનો RT PCR ટેસ્ટનો રિપોર્ટ કરાવીને આવવાનું રહશે.

ગુજરાત બહારથી એસટી બસમાં આવતા પ્રવાસીઓ માટે પણ RT PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા છે. જેને લઈ બોર્ડ પર ચેકીંગ કરવમાં આવશે જેની પાસે RT PCRનો રિપોર્ટ નેગેટિવ હશે તેને એન્ટ્રી આપવામાં આવશે અને નહિ હોય તેનો પહેલા ટેસ્ટ કરવામાં આવશે.

 25 ,  1