રાજ્યમાં પ્રવેશવા RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત, બનાસકાંઠા બોર્ડર પર ચેકિંગ શરૂ કરાયુ

રાજસ્થાનથી ગુજરાતમાં આવતા મુસાફરોએ આપવો પડશે રિપોર્ટ 

રાજ્યમાં પ્રવેશવા માટે આજથી RTPCR રિપોર્ટ ફરજિયાત છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગુંદરી, નેનાવા, છાપરી અને અમીરગઢ ચેક પોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.આરોગ્ય વિભાગના અને પોલીસ અધિકારીઓ અન્ય રાજ્યમાંથી આવતા લોકોનું ચેકિંગ કરી રહ્યા છે અને તપાસ રિપોર્ટ બાદ જ વાહન ચાલકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવનારાઓ માટે RT-PCR ટેસ્ટ આજથી ફરજિયાત કરાયો છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે આંકડા પ્રમાણે, રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2360 કેસ નોંધાયા છે અને 2004 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 9 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 

સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસની ગતિ વધી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં 611 કેસ અને ગ્રામ્યમાં 9 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ સુરત શહેરમાં 602 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 142 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 290 કેસ, જ્યારે ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 172 કેસ અને ગ્રામ્યમાં 36 કેસ નોંધાયા છે. 

 71 ,  2