આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં નહેરમાં ખાબકી બસ

Video : દુર્ઘટનામાં 5 મહિલાઓ સહિત 9ના મોત

આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં એક મોટી બસ દુર્ઘટના બની છે. ગોદાવરીમાં આંધ્રપ્રદેશ એસટી નિગમની એક બસ નહેરમાં ખાબકતી 9 લોકોના મોત થયા હતા.

આંધ્રપ્રદેશના વેલુરુપાડથી 47 મુસાફરોને લઈને ઉપડેલી એસટી નિગમની બસ ગોદાવરી જિલ્લાની એક નહેરમાં ખાબકી હતી જેમાં 5 મહિલાઓ સહિત 9 લોકોના દર્દનાક મોત થયા હતા તથા ઘણા મુસાફરો ઘાયલ થયા હતા. ચાલકે કાબુ ગુમાવતા બસ બેકાબુ બનીને નહેરમાં ખાબકી હતી.

જે સમયે બસ નહેરમાં ખાબકી હતી તે સમયે નહેરમાં ઘણુ પાણી હતું અને કેટલાક લોકો તણાયા હોવાની પણ શક્યતા છે. દુર્ઘટનાની ખબર મળતા પોલીસ અને ગામલોકો મદદે દોડી આવ્યાં હતા તથા લોકોને પાણીમાં બહાર કાઢવાનું શરુ કર્યું હતું. 

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી