પોલીસ સબ ઇન્સપેક્ટર ભરતી બોર્ડ 2021ની જાહેરાત મામલે RTI

જાહેરાતમાં અનામતનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હોવાના થઇ રહ્યા છે આક્ષેપ

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ ભરતીમાં અનામતનો છેદ ઉડાવવાનો મામલો દિન પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. વિવિધ જિલ્લાઓમાં ભરતીની જાહેરાતના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યા બાદ હવે ભરતીની જાહેરાત સામે માહિતી અધિકાર કાયદા એટલે કે આરટીઆઈ કરવામાં આવી છે અને જાહેરાત સંદર્ભે માહિતી માંગવામાં આવી છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગના ભરતી બોર્ડ દ્વારા ગત સપ્તાહે બહાર પાડવામાં આવેલી પોલીસ ભરતીની જાહેરાતમાં બંધારણમાં કરેલી અનામતની જોગવાઈ અનુસાર જગ્યા ના ફાળવવાનો મુદ્દો હવે દિન પ્રતિદિન જોર પકડી રહ્યો છે. અનામત નીતિ અનુસાર જાહેરાતમાં જગ્યા ના ફાળવવાના વિરોધમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કલેકટરને આવેદન પત્ર આપવાનું શરુ કરવામાં આવ્યું છે .ત્યારે હવે સમગ્ર ભરતીની જાહેરાત સામે માહિતી અધિકાર કાયદા એટલે કે આરટીઆઈ કરવામાં આવી છે અને જાહેરાત સંદર્ભે માહિતી માંગવામાં આવી છે.
ભારતીય દલિત પેન્થર સંગઠન દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડના જાહેર અધિકારીને સંબોધન કરીને આરટીઆઈ કરવામાં આવી છે.જેમાં દર્શાવવામાં આવેલી અનામત સમુદાયની ઓછી જગ્યા અંગ લોકોમાં વ્યાપેલા રોષને યોગ્ય અને સાચી માહિતી આપીને શાંત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જો કે અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હે કે PSI ની ભરતીમાં અનુસૂચિત જાતિની ભરવાપાત્ર જગ્યાઓ પૈકી ૭% થી પણ ઓછી જગ્યા ફાળવતા સાચી માહિતી તમામ લોકો સુધી પહોંચે તે હેતુ થી જે ભારતીય દલિત પેંથર ગુજરાત મારફતે પોલીસ સબ ઇન્સપેક્ટર ભરતી બોર્ડ ૨૦૨૧ માં RTI દાખલ કરેલ છે. જેનો જવાબ મળ્યા બાદ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી શકાય.

 43 ,  2