ત્રણ બાળકો પડ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું, ઠેર ઠેર ચેકિંગ

જ્યારે પણ કોઈ ગંભીર ઘટના બને ત્યારે નિયમોના પાલન કરાવવાનો દેખાડો કરવામાં આવે છે, ત્યારબાદ જેમનું તેમ ચાલવા લાગે છે. આ રીતે નિયમોનો ભંગ કરવાથી અકસ્માતની ઘટનાઓ સર્જાય છે, અને બાળકોનો જીવ જોખમમાં મુકાય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદના નિકોલમાં બની હતી. અમદાવાદમાં ચાલુ સ્કૂલવાનમાંથી ત્રણ બાળકો પડી ગયાની ઘટના બની હતી અને ત્યાર બાદ તંત્ર સફાળું જાગ્યું છે.

તંત્ર દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના અને મોટા શહેરોમાં સ્કૂલવાનની તપાસ હાથ ધરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓને ભરીને જતા સ્કૂલવાનનું  ચેકિંગ તેમજ સ્કૂલવાહનો સામે સ્પેશિયલ ડ્રાઇવ શરુ કરી છે. વાહનોના દસ્તાવેજો, ઓવરલોડ ભરેલા બાળકોવાળા વાહનો સામે આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 16 જુને અમદાવાદના નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતા એક બાળકને ગંભીર ઈજા થઈ છે. એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમ કુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો રહી જતા ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

 11 ,  1