મે મહિનામાં મારા દીકરાના લગ્ન હોવાની વાત અફવા, આવુ કોઈ જ આયોજન નથી: CM રૂપાણી

ફેક ન્યૂઝ વાયરલ થતા મુખ્યમંત્રીને આપવો પડ્યો ખુલાસો

ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. હાઇકોર્ટ 3-4  દિવસના લોકડાઉનની ભલામણ કરી હોવા છતાં રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 5 સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ  સોશિયલ મીડિયા પર એવી વતો વહેતી થઇ હતી કે મે મહિનામાં વિજય રૂપાણીના દિકરાના લગ્ન હોવાથી તેમણે લોકડાઉનનો નિર્ણય કર્યો નથી. 

આ અંગે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરા ઋષભના લગ્ન નહીં પતે ત્યાં સુધી ગુજરાતમાં લોકડાઉન નહીં આવેની વાત થઇ રહી છે. ત્યારે ગઈકાલે સાંજે મુખ્યંત્રી વિજય રુપાણીએ ટ્વિટ કરીને આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુક્યું હતું. વિજય રુપાણીના ટ્વિટ બાદ તેમના દિકરાના લગ્નની વાત અફવા સાબિત થઇ છે. 

મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ‘મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.’

 25 ,  1