લોકડાઉનની વાતો અફવા, પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો સરકારનો દાવો

લોકડાઉન કરવા અંગે સરકારનો કોઈ વિચાર નથી, સોશિયલ મીડિયામાં ફરતી વાતો માત્ર અફવા

છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે હવે સ્થિતિ બેકાબુ બનતી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ અંગે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે અને ફરી લોકડાઉનની વાતને અફવા ગણાવી છે.

આ અંગે ગુજરાત સરકારના અધિક મુખ્ય સવિચ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ લોકડાઉનનું સરકારનું કોઈ આયોજન નથી. લોકડાઉનની વાતો અફવા છે અને તદ્દન પાયાવિહોણી છે. આથી જાહેર જનતાને આવા કોઈ ભ્રામક પ્રચારથી ગેરમાર્ગે નહીં દોરાવા જણાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે  સોશિયલ મીડિયામાં ફરીવાર અમદાવાદમાં લોકડાઉન લાગુ થઈ શકે છે તેવા મેસેજ વાયરલ થયા છે. ત્યારે સરકાર મેસેજનું ખંડન કર્યુ છે. સરકારનું કહેવુ છે કે, રાજ્યમાં ફરી વખત લોકડાઉન લાગુ નથી થવાનું.  કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર આયોજન કરશે અને  અમદાવાદમાં કોરોનાના કેસને રોકવા માટે સરકાર કડક કાયદા બનાવી શકે છે.

કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે શહેરની હોસ્પિટલમાં હજુ પણ 40 ટકા બેડ ખાલી છે. જ્યારે શહેરમાં હાલ અલગ-અલગ 200 સ્થળોએ કોરોના માટે ટેસ્ટિંગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

અમદાવાદમાં વકરી રહેલા કોરોના સંક્રમણ અને વધતા કેસને લઈને મહાપાલિકા તંત્ર ચિંતિત બન્યુ અને આજે રિવરફ્રન્ટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં આઈએસ રાજીવ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર, જુદા-જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા. તહેવારો અને ખરીદી સમયે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને કોવિડ પ્રોટોકોલ પ્રત્યે બેદરકારીથી કેસ વધી રહ્યાનુ મનાય છે.

 137 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર