ગુજરાતમાં લોકડાઉન લગાવવાની વાત અફવા, અમદાવાદમાં શનિ-રવિવારે કર્ફ્યૂ તકેદારી રૂપે જાહેર કરાયો : CM રૂપાણી

ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનો કોઈ પ્લાન નથી આ માત્ર એક અફવા : મુખ્યમંત્રીએ કરી સ્પષ્ટતા

દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધવાથી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ છે. ત્યારે અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. કરફ્યૂની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લૉકડાઉન આવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કરફ્યૂ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલીબેન સાથે અંબાજી ખાતે માતાજીના દર્શને આવ્યા છે. ત્યારે તેમણે અમદાવાદમાં કર્ફ્યૂ અને શાળાઓ શરૂ કરવા મુદ્દે નિવેદન આપ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે, શાળાઓ શરૂ કરવા અંગે આગામી બેઠકમાં નિર્ણય કરીશું. કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધ્યું છે. ગુજરાતમાં લોકડાઉનની અફવાને રદિયો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા સરકાર સજ્જ છે.

મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉનની કોઈ વાત નથી. સાવચેતીના પગલા રૂપે અમદાવાદમાં શનિવાર-રવિવાર પૂરતો કર્ફ્યૂ રાખ્યો છે. આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે. જોકે, જનતા કર્ફ્યૂની જાહેરાતને પગલે લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા દોડાદોડી કરી રહ્યા છે. મોલ અને દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જનતા કર્ફ્યૂ ફક્ત બે દિવસનો જ હોવા છતા લોકો વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર