રૂપાલની પલ્લી નહીં યોજાય, કોરોના સંક્રમણને લઈને લેવાયો છે નિર્ણય : નીતિન પટેલ

રૂપાલ ગામમાં કોઇને પણ પ્રવેશ નહિ અપાય, ગામના તમામ રસ્તા બંધ

કોરોના મહામારીને લઇ ગાંધીનગર ખાતે રૂપાલમાં વરદાયની માતાની પલ્લી નહીં કાઢવામાં આવે. ભારે અટકળો અને ચર્ચા વિચાર કર્યા બાદ રૂપાલની પલ્લી નહીં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે રૂપાલની વરદાયિની માતાની પલ્લી વિશે મોટી જાહેરાત કરી હતી. આ સાથે હવે રૂપાલની પલ્લી નીકળશે કે નહીં તે સવાલના જવાબ પર પૂર્ણવિરામ મૂકાયું છે.

તો બીજી તરફ આવતીકાલે બપોરે 12 વાગ્યાથી રૂપાલ ગામમાં કોઇને પણ પ્રવેશ નહિ અપાય. તેમજ આવશ્યક ચીજવસ્તુઓ સિવાય ગામમાં તમામ વસ્તુઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે. ગ્રામજનોને પણ ગામની બહાર નહિ નીકળવાનો રૂપાલ ગ્રામ પંચાયત દ્વારા આદેશ કરાયો છે.

આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંબાજીની મુલાકાતે હતા. ત્યારે તેઓએ નિવેદન આપ્યું કે, આ વર્ષે રૂપાલની પલ્લી નહિ યોજાય. જોકે, તે સિવાય તેઓએ બીજી કોઈ સ્પષ્ટતા કરી નથી. 

કોરોના હોવાના કારણે રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજાય તેવી જાહેરાત તંત્રએ અગાઉ કરી હતી. પરંતુ વર્ષોની પરંપરા તૂટે નહીં અને ગામ લોકોની સીમિત સંખ્યામાં પલ્લી યોજાય તેવી પુરી શકયતા જોવામાં હતી. રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળવાના અહેવાલ સામે આવતા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

મહત્વનું છે કે માતાજીને ઘી ચઢાવવામાં આવે ત્યારે ગામમાં ધીની નદીઓ વહેતી હોય છે. પરંતુ કોરોનાની ગાઈડલાઈન સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે નિયત રૂટ પર પલ્લી નીકળે તેવી શકયતા જોવામાં આવી હતી. નિયત રૂટ સાથે સોસિયલ ડિસ્ટન્સના પાલન સાથે ગામના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. માત્ર ગામ લોકોની સિમિત સંખ્યામાં પલ્લી નીકળશે તેવી પુરી શકયતા જોવામાં આવી હતી.

 762 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર