રૂપાણીએ ફરીથી કરી જાહેરાત – લોકડાઉન નહીં આવે…

અફવા પર ધ્યાન નહીં આપવા મુખ્યમંત્રીની અપીલ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. જેના પરિણામે રાજ્યમાં ફરી લોકડાઉન નાંખવામાં આવી શકે છે તેવી અટકળો શરૂ થઈ હતી. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને રદિયો આપ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન નહીં લગાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હાલ જ્યાં રાત્રી કર્ફ્યૂ અમલી છે તે સિવાય વધારાનો ક્યાંય કર્ફ્યૂ નહીં નાંખવામાં આવે. વધતા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકારે તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કર્યા છે. લોકોએ કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે. ગુજરાત બહારથી આવતાં લોકોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. 

ગુજરાતમાં સારી રીતે ચૂંટણી પાર પાડી. ગુજરાતમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેસ ઓછા હતા. તે સમયે આખા દેશમાં કેસ ઓછા હતા. પરંતુ માર્ચ મહિનાથી સંક્રમણ વધ્યું. મહારાષ્ટ્ર પંજાબ કેરળ ક્યાંય ચૂંટણી ન હતી. ત્યાં પણ સંક્રમણ વધ્યું છે. મહારાષ્ટ્રમાં રોજ 25 હજાર કેસ આવી રહ્યાં છે. પંજાબમાં 2500 થી વધુ કેસ આવે છે. ત્યારે ગુજરાતમાં કેસ થોડા ઓછા છે, સરકારે તાકીદે પગલા લીધા છે. પરંતુ કોઈ લોકાડઉન થવાનુ નથી, દિવસભરનો કરફ્યૂ પણ નથી આવવાનો. માત્ર શનિવારે અને રવિવારે મોલ અને થિયરેટરમાં જે ગેધરીંગ થાય છે ત્યાં એક્ટિવિટી બંધ રહેશે. 

તેમણે વધુમાં કહ્યું કે, ભૂતકાળમાં ત્રણવાર કોરોનાની પીક લહેર આવી ચૂકી છે. ત્યારે પણ સંયમપૂર્ણ ધૈર્ય સાથે એ પીકને પણ વટાવી છે. સરકારે બધી તૈયારી કરી છે. લોકોએ પેનિક થવાની જરૂર નથી. પણ સાવચેત રહેવાની જરૂર છે. તેથી જ બધા અવશ્ય માસ્ક પહેરે. ભીડે એકઠી ન કરો. સોશિયલ ડિસ્ટન્સ જળવાય જરૂરી છે. તકેદારી રાખવી જોઈએ. હાલ બે જ ઈલાજ છે. માસ્ક અને વેક્સીનેશન, તેથી માસ્ક પહેરો અને વેક્સીનેશન ઝડપથી કરાવો. આ સાયકલને સારી રીતે પાર પાડીશું અને સંક્રમિત લોકોને સરાકરે ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરી છે. ઝડપથી સાજા થાય તે રીતની વ્યવસ્થા કરી છે. 

સંક્રમણ ફેલાવાનું કારણ માત્ર ચૂંટણી નથીઃ રૂપાણી

સંક્રમણ ફેલાવાનું કારણ માત્ર ચૂંટણી ન હોવાનો પણ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું જે રાજ્યોમાં ચૂંટણી નથી ત્યાં પણ સંક્રમણ ફેલાયું છે. આમ કહી કહી ચૂંટણીમાં તમાશો કરનારા રાજકીય પક્ષોનો મુખ્યમંત્રીએ આડકતરો બચાવ કર્યો હતો.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વકર્યો છે અને રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાઓ ચાલી રહી છે ત્યારે  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને  નકારી હતી. 

 42 ,  1