વિચિત્ર પરિપત્ર – આવા નિર્ણયથી કોરોના ના વધે તો શું વધશે..?

ફરજિયાત પરિક્ષામાં રહેવું પડશે હાજર – વાલીઓ અસમંજસમાં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે એક પછી એક પગલા ભરવાના શરૂ કર્યા છે. આગામી 19 થી 27 માર્ચ દરમિયાન ધો 9 થી 12 ની પરિક્ષા યોજાવાની છે. ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યના ડીઇઓને પરીપત્ર કર્યો છે. 

પરીપત્રમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓએ શાળામાં જઈને આપવી પરીક્ષા પડશે. કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. કન્ટેન્મેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ શાળામાં ઉપસ્થિત નહિ રહેનાર હોવાથી જ્યારે તેમનું રહેઠાણ- વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે નવા પ્રશ્નપત્રો સાથે પરીક્ષા લેવાની થશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઈ  શાળા આવતી હશે તો શાળા કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે પરીક્ષા લેવાની રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ  બોર્ડે રાજ્યના ડીઈઓને  આ પ્રકારનો પરીપત્ર કર્યો છે. 

કોરોના સંક્રમણ હોય ત્યાં સુધી શાળા બંધ કરવા વાલીઓની માગ 

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા હવે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઇને વ્યવસ્થા કરવામાં આવી છે. ટેમ્પરેચર ચેકિંગ અને સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાના કેસ વધતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. તો બીજી તરફ વાલીઓની ચિંતામાં વધારો થઈ ગયો છે. લાંબા સમય બાદ સરકાર દ્વારા કોરોના પર કાબુ આવતા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ફરીથી એક વખત રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા કે નહીં તેને લઈને અસમંજસમાં છે. જો વાલીઓ બાળકોને શાળાએ ના મોકલે તો બાળકોનું ભણતર બગડે અને જો મોકલે તો બાળકોને કોરોના થાય તેનો ભય છે. આ મુદ્દે વીટીવી દ્વારા વાલીઓ સાથે વાત કરવામાં આવી હતી. વાલીઓ દ્વારા આ મુદ્દે ફરીથી એક વખત ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા તથા આ વર્ષની ફી માફ કરવા અંગેની માગ કરવામાં આવી હતી.

આ વિષય પર ગુજરાતના વાલી મંડળે સરકારને પત્ર લખી સ્કૂલો તેમજ ક્લાસિસ બંધ કરવા માટે અપીલ કરી છે, જેઓ જણાવ્યું કે, હાલમાં કોરોના મહામારી વધુ ગંભીર બની છે. સુરતમાં 192 અને અમદાવાદ 100 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. તો જ્યાં સુધી પુરતી વ્યવસ્થા ના ગોઠવાય ત્યાં સુધી ગુજરાતની સંપૂર્ણ શાળાઓ કોલેજો તેમજ ટ્યુશન ક્લાસિસ બંધ રખાય. સાથે જ ત્રિમાસિક પરીક્ષા કેન્સલ કરી ઓનલાઈન પરીક્ષા લેવાય. તેમજ વાર્ષિક પરીક્ષાઓ બંધ કરી તમામ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપી પાસ કરે તેવી અપીલ કરી છે.

 68 ,  1