September 28, 2020
September 28, 2020

રૂપાણી સરકારની મહિલાઓને મોટી ભેટ, ઝીરો ટકા વ્યાજે આપશે લૉન

10 લાખથી વધુ મહિલાઓને વ્યવસાય, ગૃહ ઉદ્યોગ માટે 0 ટકા વ્યાજે 1 લાખ સુધીની લોન મળશે

કોરોના મહામારી બાદ બદલાયેલી આર્થિક જીવનશૈલીમાં મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરુ કરવાની ઐતિહાસિક જાહેરાત કરી છે.

સરકાર રાજ્યની દસ લાખથી વધુ બહેનોને શુન્ય ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવશે. જેમાં રાજ્યમાં 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. આ માટે કુલ રુપિયા એક હજાર કરોડ સુધીનું ધિરાણ આપવામાં આવશે. સરકાર બેંક લોનનું વ્યાજ ભોગવશે અને અને લોન માટે જરુરી સ્ટે્મ્પ ડ્યુટીમાં પણ માફી અપાશે.

એક મહિલા જુથમાં દશ મહિલાઓનો સમાવેશ કરાશે અને જુથ દીઠ એક લાખ રુપિયાનું ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો દ્વારા આપવામાં આવશે. ખાસ કરીને આ માટે રાજ્ય સરકાર બેંકો સાથે એમઓયુ કરશે. આ ધિરાણથી મહિલાઓ વેપાર, ગૃહ ઉદ્યોગ શરુ કરી શકશે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે મુખ્યમંત્રીએ રુપિયા 175 કરોડના બજેટની ફાળવણી પણ કરી છે. આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં 50 હજાર અને શહેરી વિસ્તારમાં 50 હજાર મહિલા જુથને આવરી લેવામાં આવશે.

 118 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર