September 25, 2020
September 25, 2020

રૂપાણી સરકારની મોટી જાહેરાત, આગામી પાંચ મહિનામાં 20 હજાર યુવાનોની થશે ભરતી

8 હજાર જગ્યા પર તાત્કાલિક નિમણૂંકપત્રો આપવા CMનો આદેશ

ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8000 જગ્યાઓ માટે નિમણૂંક પત્ર આપવાના સ્પષ્ટ આદેશ કરાયા છે. રાજ્ય સરકારે GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળમાં ભરતી પ્રક્રિયાના આદેશો અપયા છે. મુખ્યમંત્રીના આદેશ મુજબ, આવતા પાંચ મહિનામાં 20 હજાર યુવાનોની ભરતી થશે. છેલ્લા 4 વર્ષમાં સવા લાખ યુવાનોને સરકારી નોકરી અપાઇ છે. તે આંકડા પર સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી ભરતીને લઇ આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યપ્રધાને GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળને પણ બાકી ભરતીઓની પ્રક્રિયા તાત્કાલિક કરવા આદેશ આપ્યા છે. જે સરકારી ભરતીઓની જાહેરાત થઈ છે પરંતુ પરીક્ષા લેવાની પ્રક્રિયા બાકી છે. ત્યાં કોવિડ 19ની સ્થિતિ સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા આદેશ અપાયો હતો. આ નવા આદેશથી સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા રાજ્યના હજારો યુવાનો અને તેમના પરિવારજનોને સીધો ફાયદો મળશે.

ચૂંટણી સમયે સરકાર લોલીપોપ જેવી જાહેરાત કરે છે – દિનેશ બાંબણિયા

દિનેશ બાંભણિયાએ સરકારની જાહેરાત વિશે કહ્યું કે, અમે વાતચીત કરવા તૈયાર છીએ, જેના બાદ અમે તમે જાહેરાતોનો સ્વીકાર કરીશું. ગુજરાત સરકાર દર વર્ષે ચૂંટણીના સમયે અથવા આંદોલન ઉભા થાય ત્યારે લોલીપોપ જેવી જાહેરાત કરે છે. પાંચ પાંચ વર્ષથી અમે નોકરી માંગી રહ્યાં છીએ. પહેલા અમારી સાથે વાતચીત કરવામાં આવે. અમારા આગેવાનોને ધરપકડમાંથી છોડવામાં આવે. રાત્રે બાર વાગ્યે વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે.

જો સરકારની નીતી સાચી હોય તો પહેલા અમારી સાથે વાત કરો. 2015 અને 2016ની પરીક્ષાની નિમણૂંકોની અમારી માંગ છે. અમે પરીક્ષાની તારીખ માંગી રહ્યા છે, જે જાહેરાત કરતા નથી. આ જાહેરાત અમને કોઈ સંજોગોમાં મંજૂર નથી. નિમણૂંક પત્રોની તારીખ પણ આપવામાં આવી નથી. ક્યારે આપશે તે કહેતા નથી.

 91 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર