પોલીસને અદ્યતન સુવિધાથી સજજ ૫૦ બાઈક અર્પણ કરતાં રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત પોલીસ દળને અદ્યતન સુવિધા સજજ ૫૦ મોટરબાઈક ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા. ગુજરાત પોલીસને સીએસઆર એકિટવિટી અંતર્ગત આ બાઈક અપાયા છે. તેમણે ઉમેર્યુ કે , રાજ્યમાં માર્ગ અકસ્માત કે અન્ય કોઇ વિપદા સમયે જ્યાં PCR વાન પહોચી શકે તેમ ન હોય ત્યાં આવી બાઇકસથી ત્વરાએ પહોચીને સારવાર – સુરક્ષા સલામતિ પ્રબંધન ઝડપી થઇ શકશે

સાઈરન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ફલેશ લાઈટ અને હાઈકવોલિટી સેફટી હેલ્મેટથી સજજ ગુજરાત પોલીસને અદ્યતન સુવિધાથી સજજ ૫૦ બાઈક અર્પણ કરતા મુખ્યમંત્રીએ આ મોટરબાઇકને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, ગાંધીનગર રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી