રૂપાણી રાજકોટની મુલાકાતે ,જાહેરસભાને સંબોધશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે આવ્યાં છે. એક ડઝનથી વધુ સરકારી તેમજ ખાનગી કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. રાજકોટ મહાનગરપાલિકાએ તૈયારી કરેલી આધુનિક લાઇબ્રેરી, 314 આવાસનું લોકાર્પણ સહિત 222 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અને એક ડઝનથી વધુ સરકારી અને ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે.

પેરેડાઇઝ હોલ સામે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ નં.9માં બનાવવામાં આવેલી આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે અને કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત, ચાર શાળાઓના નવા બિલ્ડિંગ, નવા રૂમ વગેરેના લોકાર્પણ કરવામાં આવશે.

જ્યારે સ્પીડવેલ પાર્ટીપ્લોટની બાજુમાં મુખ્યમંત્રીની જાહેરસભા યોજાશે તેમજ મનપાના આવાસ યોજના હેઠળના 314 આવાસ અને 20 દુકાનોનું લોકાર્પણ, રૂડાના વિવિધ કેટેગરીમાં નિર્માણ પામનાર કુલ 1118 આવાસોના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, કોઠારિયા ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત, રૈયાના સ્કાડા આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી