September 20, 2021
September 20, 2021

મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રૂપાણીનો અંતિમ દિવસ, વિદાય વેળાએ સર્જાયા ભાવુક દ્રશ્યો

સ્ટાફના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોનો માન્યો આભાર

રાજીનામા સાથે જ પોતાની સરકારી ગાડીની લાલ લાઇટ પોતાની જાતે જ ઉતારીને પોતાની સહજતા અને સરળતાનો ફરી એકવાર પરિચય આપનાર કાર્યકારી મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી આજે (13 સપ્ટેમ્બર, 2021) ઓફિશિયલ વિદાય લીધી. આજે આખરી દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સ્ટાફના તમામ અધિકારીઓ- કર્મચારીઓ અને સેવકોને મળીને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાના મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોને મળીને પાંચ વર્ષ સુધી રાત દિવસ જોયા વિના ખડપગે રહીને ગુજરાતીઓની સેવા કરવામાં યથાયોગ મદદરૂપ થવા બદલ સૌનો આભાર માની તમામને શુભેચ્છાઓ આપી હતી. 

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ પાંચ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામ કરી સહકાર આપી સરકાર અને મુખ્યમંત્રી કાર્યાલયની ગરીમા વધારવા બદલ સૌ કર્મયોગીઓનો દિલથી આભાર માન્યો હતો.   ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીની કામ કરવાની અલગ શૈલી, સહજતા, પરિવારની ભાવના, કોમનમેનની ઓળખ, સૌને સાથે લઈને ચાલવાની કાર્યપદ્ધતિના પરિણામે આજે કર્મયોગીઓ ભાવુક થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. મુખ્યમંત્રીના કાર્યકાળમાં ખૂબ જ સહજ રીતે કામ કરવાના અનુભવો પણ કર્મયોગીઓ વાગોળી મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. 

 54 ,  2