સરોન્ડા : ખાતે યોજાયો ગ્રામ્યકક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોîડા ગ્રામ પંચાયત ખાતે વન વિભાગના સહયોગથી યોજાયેલા ગ્રામ્ય કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમને વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે દીપપ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો હતો.

આ અવસરે વન મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, પૃથ્વી ઉપર સમતોલ વાતાવરણ માટે ૩૩ ટકા વૃક્ષો જરૂરી છે, ત્યારે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપે અને તેનું જતન કરી મોટું થાય ત્યાં સુધી તેનો ઉછેર કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપેલા એક વ્યક્તિ એક વૃક્ષના સંકલ્પને સાકાર કરવા માટે સૌના સહયોગથી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. સરોîડા ગ્રામ પંચાયત દ્વારા ગામની વસ્તી જેટલા વૃક્ષો વાવવાનો નિર્ધાર કરી રાજ્ય સરકારના અભિયાનમાં સહભાગી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વૃક્ષો જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે, સમાજ અને દેશ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જીવનના દરેક પ્રસંગોમાં વૃક્ષની જરૂરિયાત પડે છે. ૨૦૨૨ સુધી તમામને પાકા ઘર મળે તેવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે આયોજન કયુ* છે. લોકોને પીવા માટે ઘરે-ઘર નળથી પાણી મળે, દરેક ઘર સુધી પાકો રસ્તો બને તેવી યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહયું છે.આ કાર્યક્રમમાં નારગોલ, કોળીવાડ, આહુ, કલગામ, મરોલી, ખતલવાડા ગામના સરપંચ, ખતલવાડા સી.આર.સી. રાજેશભાઇ, આદિવાસી ઉત્કર્ષ સમિતિના રમેશભાઇ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી