September 22, 2020
September 22, 2020

હવે કોરોનાનો આવશે અંત..! રશિયાએ તૈયાર કરી કોરોનાની વેક્સિન

રશિયાએ કોરોનાની વેક્સિન બનાવ્યા હોવાનો દાવો, રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને પ્રથમ વેક્સિન અપાઇ

હવે કોરોનાનો અંત આવશે..રશિયાએ કોરોના વાયરસની રસી તૈયાર કરી લીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, રૂસમાં બનેલી પહેલી કોવિડ-19 રસીને હેલ્થ મિનિસ્ટ્રીમાંથી મંજૂરી મળી ગઇ. પુતિને એમ પણ કહ્યું કે તેમની દકીરીઓને આ રસી આપવામાં આવી છે.

રશિયા પહેલા જ જણાવી ચૂક્યું હતું કે તેમનું વેક્સિન બનાવવા માટેનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે અને તેઓ વેક્સિન લોન્ચ કરવાના છે. જણાવી દઇએ કે રશિયાના મૉસ્કોમાં એક મૉસ્કો ગમેલિયા ઇન્સ્ટિટ્યૂટ છે, તેણે આ કોરોના વેક્સિનને બનાવી છે.

રશિયાનું ગમલેયા રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ આ વેક્સિન બનાવી રહ્યું છે. રશિયાએ દાવો કર્યો છે કે ઓક્ટોબર મહિના સુધીમાં રશિયામાં વેક્સિન મળતી થઇ જશે. જો કે વેક્સિનનો વૈજ્ઞાનિક ડેટા જાહેર ન કરતા કેટલાક દેશોએ વિરોધ કર્યો છે.

હવે જો રશિયા તરફથી કરાયેલી જાહેરાત સાચી સાબિત થાય અને WHO તરફથી આ રસીને મંજૂરી મળી જાય તો દુનિયાભર માટે આ રાહતના સમાચાર બની શકે છે. જો રશિયામાં કોરોના વાયરસની સ્થિતિની વાત કરીએ તો અહીં લગભગ નવ લાખ લોકો કોરોનાથી અત્યાર સુધીમાં સંક્રમિત થયા છે. રશિયામાં પંદર હજારથી વધુ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. રશિયા એ દેશોમાં સામેલ છે જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ ટેસ્ટ કરાયા છે.

રશિયાના પ્રધાનમંત્રી ઉપરાંત  કેબિનેટના  કેટલાક અન્ય સભ્યો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.

 215 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર