September 26, 2020
September 26, 2020

નવેમ્બરમાં ભારતને કોરોના વેક્સીન આપી શકે છે રશિયા!

ભારતમાં 22 લાખથી પણ વધારે લોકો આવી ગયા કોરોનાની ઝપેટમાં

રશિયાએ કોરોના વાઈરસની સફળ વેક્સીન તૈયાર કરી લીધી છે. રશિયા અન્ય દેશોને નવેમ્બર સુધી વેક્સીનનો સપ્લાય કરી શકે છે. આ પહેલા રશિયાએ જણાવ્યું હતું કે ભારત સહિત 20 દેશ તેમની વેક્સીન ખરીદવામાં રૂચિ જાહેર કરી ચૂક્યા છે. રશિયાનું કહેવું છે કે ઓક્ટોબરમાં તે પોતાના દેશમાં મોટા પ્રમાણમાં લોકો પર વેક્સીન લગાવવા માટે કાર્યક્રમ શરૂ કરશે. રશિયાની વેક્સીનનો ફેઝ 3 ટ્રાયલ હાલમાં પૂરો થયો નથી. તેથી દુનિયાભરના નિષ્ણાંત આ વેક્સીનને સફળ નથી કહી રહ્યા. ફેઝ 3 ટ્રાયલના પરિણામ આવ્યા પછી જ વેક્સીન વિશે નક્કર જાણકારી સામે આવશે.

એક અહેવાલ મુજબ રશિયા ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ ફંડ (RDIF)ના પ્રમુખ કિરિલ દમીત્રીવે કહ્યું કે આ વેક્સીન સુરક્ષિત છે. તેમને કહ્યું કે આ સાબિત કરવા માટે અમે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ડેટા પ્રકાશિત કરીશું. અત્યાર સુધી રશિયાએ વેક્સીનથી જોડાયેલા સાઈન્ટીફિક ડેટા પ્રકાશિત કર્યા નથી. કિરિલ દમીત્રીવે વધુમાં કહ્યું કે રશિયામાં લોકોને વેક્સીન લગાવવાનો પ્રોગ્રામ ધીમે-ધીમે શરૂ થશે. એવું નથી કે અમે કાલે એક કરોડ લોકોને વેક્સીન આપવા જઈ રહ્યા છે.

કિરિલ દમીત્રીવે રશિયાની વેક્સીનમાં વિશ્વાસ રાખ્યો અને કહ્યું કે તે પોતે પણ આ વેક્સીન લગાવી ચૂક્યા છે અને તેમના પરિવારના લોકોને પણ આ વેક્સીન આપવામાં આવી છે. તેમને વધુમાં જણાવ્યું કે રશિયાને પહેલાથી જ અન્ય દેશોમાંથી વેક્સીનના કરોડો ડોઝ માટે ઓર્ડર મળી ચૂક્યા છે. રશિયાની એમ્બેસી મુજબ બ્રાઝીલના પરાના સ્ટેટ વેક્સીન ટેસ્ટિંગ માટે રશિયાની સાથે કરાર કરવા જઈ રહ્યું છે. ફિલિપાઈન્સે પણ રશિયાની વેક્સીનનું સમર્થન કર્યુ છે.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર