રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને કર્યો ફોન..

વિકાસ માટે પરસ્પર ઈરાદા સ્પષ્ટ કર્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 6 ડિસેમ્બરના રોજ ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પુતિને પોતાના આ પ્રવાસમાં ભારતને એક મિત્ર દેશ ગણાવ્યો હતો. 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી અને એશિયા પ્રશાંત વિસ્તારમાં સ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. એક રશિયાના અધિકારીએ આ જાણકારી આપી. હિન્દ પ્રશાંત વિસ્તારને હંમેશા એશિયા-પ્રશાંત ક્ષેત્રના નામે ઓળખવામાં આવે છે. 

રશિયાના અધિકારીએ કહ્યું કે બંને નેતાઓએ 6 ડિસેમ્બરના રોજ પુતિનના ભારત પ્રવાસ દરમિયાન અંતિમ સ્વરૂપ અપાયેલી સમજૂતિઓને લાગૂ કરવાના વ્યવહારિક પહેલુઓ પર ચર્ચા કરી. અધિકારીએ કહ્યું કે પુતિને છ ડિસેમ્બરના રોજ નવી દિલ્હીની ઉચ્ચ સ્તરની યાત્રા દરમિયાન રશિયન શિષ્ટમંડળના આતિથ્ય સત્કાર બદલ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. 

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી