રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન આજે ભારતની મુલાકાતે

પુતિનના ભારત પ્રવાસથી ચીન અને અમેરિકાના પેટમાં તેલ રેડાયું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 21માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં સામેલ થવા માટે આજે ભારત આવી રહ્યા છે. માત્ર ગણતરીના કલાકોના તેમના આ પ્રવાસમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે. આ સાથે જ કેટલાક કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે. ભલે પુતિનનો આ પ્રવાસ ટૂંકો હોય પરંતુ હાલના સમયને જોતા તેમનો આ પ્રવાસ ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ આજે દિલ્હી પહોંચશે અને ત્યારબાદ વાર્ષિક સંમેલનમાં સામેલ થશે. આ ઉપરાંત તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે.

મહત્વપૂર્ણ સમજૂતિઓ પર બનશે સહમતિ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સહયોગી યુરી ઉશાકોવે જણાવ્યું છે કે પુતિન અને પીએમ મોદી વચ્ચે સંવાદ બાદ બંને દેશ કેટલાક સેમી કોન્ફિડેન્શિયલ સહિત 10 દ્વિપક્ષીય સમજૂતિઓ પર હસ્તાક્ષર કરી શકે છે. રશિયાની સમાચાર એજન્સી તાસ સાથે વાત કરતા ઉશાકોવે જણાવ્યું કે લગભગ 10 દ્વિપક્ષીય સમજૂતિ પર સહમતિ બની છે. જે ખુબ મહત્વપૂર્ણ છે અને તેમાંથી કેટલીક સેમી કોન્ફિડેન્શિયલ પણ છે. તેમણે કહ્યું કે આ સમજૂતિઓ પર હજુ કામ ચાલુ છે. અમને વિશ્વાસ છે કે આ પ્રવાસ દરમિયાન સમજૂતિઓ પર હસ્તાક્ષર થઈ જશે.

હિન્દ-પ્રશાંત ક્ષેત્ર, ક્વાડ અને અપઘાનિસ્તાન પર બંને દેશોના મતભેદ અને ચીન-ભારત તણાવ વચ્ચે પુતિનના આ પ્રવાસને ખુબ મહત્વ અપાઈ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે આગામી દસ વર્ષ સુધી રક્ષા સહયોગ ચાલુ રાખવા અને તે માટે ફ્રેમવર્ક બનાવવા પર મહોર લાગી શકે છે. રક્ષા સહયોગ માટે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક એગ્રીમેન્ટ પર સહમતિ બનશે. આ ઉપરાંત જમીનથી હવામાં માર કરનારી આધુનિક મિસાઈલ પ્રણાલી ઈસ્લા એસ શોલ્ડર ફાયર્ડ મિસાઈલ ડીલ ઉપર પણ વાતચીત થશે.

એ જાણવું જરૂરી છે કે ચીને 2014માં રશિયા પાસેથી જ એસ-400 મિસાઈલ સિસ્ટમની છ બેટરીઓ ખરીદી હતી. તેને એસ-400ની ડિલિવરી 2018માં શરૂ કરાઈ હતી. અનેક રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ચીને પોતાની એસ-400 મિસાઈલ સિસ્ટમ ભારત સરહદે પણ તૈનાત કરેલી છે. પરંતુ ભારતને મળનારી એસ-400 મિસાઈલ સિસ્ટમ ચીન પાસે છે તેના કરતા વધુ એડવાન્સ અને લાંબા અંતરની છે. તેનું મુખ્ય કારણ MTCR છે. ભારત આ સંધિનો સભ્ય છે જ્યારે ચીન નથી.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી