રશિયાની રસી સ્પુતનિક-વીને મળી મંજૂરી…!

એક્સપર્ટ કમિટીએ આપી મંજૂરી – સૂત્ર

કોરોનાકાળમાં રાહતના સમાચાર મળ્યા છે. દેશને વધુ એક રસીની મંજૂરી મળી છે. રશિયાની સ્પુતનિક વી રસીને મંજૂરી આપવામાં આવી છે. સુત્રો મુજબ, એક્સપર્ટ કમિટીએ મંજૂરી આપી છે.

દેશમાં એક બાજુ સતત કોરોનાનો ખતરો વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોરોના સામેની લડાઈ ચાલી રહી છે ત્યારે સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર આવનારા થોડા સમયમાં દેશમાં વધુ 5 કોરોનાની રસી આવી શકે છે, જેમાંથી એક રસીને તો આગામી 10 દિવસમાં મંજૂરી મળી શકે છે.

ઓક્ટોબર સુધી આશા છે કે દેશમાં સ્પુતનિક વીની સાથે જોનસન એન્ડ જોનસન રસી, નોવાવેક્સ રસી, ઝાયડસ કેડિલા રસી અને ભારત બાયોટેકની ઇન્ટ્રાનસલ વેક્સીન આવશે. તેમાં સ્પુતનિક વી રસીને તો આગામી 10 દિવસમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે.

સ્પુતનિક વી રસી માટે હૈદ્રાબાદની ડોક્ટર રેડ્ડીઝ લેબ, હેટરો બાયોફાર્મા, ગ્લેન્ડ ફાર્મા, સ્ટેલિસ બાયોફાર્મા અને વિક્રે બાયોટેક જેવી કંપનીઓ સાથે રશિયાની સરકારી રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડે કરાર કર્યા છે. કહેવાય છે કે, સ્પુતનિક વી રસીના દેશમાં 85 કરોડ ડોઝ બનાવવામાં આવશે.

 73 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર