રશિયાની રસી Sputnik-V મોદી સરકાર આપશે મફત

Sputnik-V ટૂંક સમયમાં સરકારી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે

દેશમાં કોરોના મહામારીને કાબૂમાં કરવા માટે લોકોને ઝડપથી રસી આપવામાં આવી રહી છે જે અંતર્ગત હાલમાં ફક્ત રસીકરણ કેન્દ્ર પર કોવિશિલ્ડ અને કોવાક્સિન ઉપલબ્ધ છે. આ સ્થિતિ વચ્ચે રશિયન રસી સ્પુતનિક-વી પણ ટૂંક સમયમાં સરકારી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે.

કોવિડ -19 કાર્યકારી ગ્રુપના પ્રમુખ ડો.એન.કે.અરોડાએ માહિતી આપી હતી કે રસીકરણ કેન્દ્રોમાં સ્પુતનિક-વી રસી વિના મૂલ્યે આપવામાં આવશે. અત્યારે સ્પુતનિક-વી માત્ર ખાનગી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. અમે આને મફત રસીકરણ કાર્યક્રમમાં ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ પરંતુ રસીના સપ્લાય પર નિર્ભર કરે છે.

રશિયાની કોરોના રસી સ્પુતનિક-વીને -18°સે તાપમાનમાં સ્ટોર કરવાની રહેશે અરોડાએ જણાવ્યું હતું કે પોલિયો રસી સંગ્રહવા માટે ઉપયોગમાં લેવામાં આવતી કોલ્ડ ચેન સુવિધાઓ સ્પુટનિક-વી સંગ્રહિત કરવામાં આવશે. આ સુનિશ્ચિત કરશે કે રસી દેશના ગ્રામીણ વિસ્તારોમાં પહોંચે.

અરોડએ કહ્યું કે, પોલીયો રસીકરણના ચાલતા કેટલાક વિસ્તારોમાં કોવિડ રસીકરણની સ્પીડ ધીમી પડી છે. આગામી સપ્તાહમાં કોવિડ રસીકરણ પ્રોગ્રામ સ્ટ્રીમલાઈન થઈ જશે. તેમણે એક અખબારને જણાવ્યું કે અત્યાર સુધી 34 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. જુલાઈના અંત સુધીમાં 12થી 16 કરોડ ડોઝ લાગવાની શક્યતા છે. જાન્યુઆરીમાં કેન્દ્રએ કહ્યું હતુ કે જુલાઈ અંત સુધી લગભગ 50 કરોડ ડોઝ લગાવાઈ જશે. જેથી પ્રાથમિકતાવાળા ગ્રુપને કવર કરવામાં આવશે.

 56 ,  1