September 26, 2022
September 26, 2022

ભાજપ પ્રમુખની જાહરાત, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારની જીત

રાજ્યસભામાં ગુજરાતમાંથી ખાલી પડેલી બે બેઠકો માટે વિધાનસભામાં આજે એટલે શુક્રવારે સવારે 9થી બપોરે 4 વાગ્યા દરમિયાન મતદાન યોજાયું. આ ચૂંટણીમાં બંને બેઠકો માટે અલગ અલગ મતદાન પત્રથી મતદાન યોજાયું.

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરી ભાજપને મત આપ્યો, અને ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે બંને સભ્યો વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવતા મતગણતરીમાં વિલંબ થયો.

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારોની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર એવા વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થઈ છે. ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી અને વાઈસ પ્રેસિડેન્ટ આઈ કે જાડેજાએ ટ્વીટ કરીને બંને ઉમેદવારોના વિજયની જાણકારી આપી હતી.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી