પાકિસ્તાનના જિદ્દી વલણથી SAARC દેશોની બેઠક રદ

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 80

પાકિસ્તાનનો તાલિબાન પર પ્રેમ…

પાકિસ્તાનના તાલિબાન પ્રેમને કારણે દક્ષિણ એશિયન દેશોના સમૂહ સાર્ક (SAARC) દેશોના વિદેશ મંત્રીઓની અનૌપચારિક બેઠકને રદ્દ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિને સામેલ કરવાની જીદ કરી રહ્યું હતું. ત્યારબાદ ઉભા થયેલા મતભેદોને કારણે 25 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યોજાનારી બેઠકને રદ્દ કરવી પડી છે. 2020માં કોરોના વાયરસને કારણે સાર્ક દેશોના મંત્રીપરિષદની બેઠક ઓનલાઇન આયોજીત થઈ હતી.

નેપાળી વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે, બધા સભ્ય રાજ્યોની સહમતિની કમીને કારણે બેઠક રદ્દ થઈ ગઈ છે. સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો કે, સાર્કના મોટાભાગના સભ્ય દેશોએ અનૌપચારિક બેઠકમાં તાલિબાનના શાસનને અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવાના પાકિસ્તાનની વિનંતી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો.

પાકિસ્તાને તે વાત પર ભાર આપ્યો હતો કે અશરફ ગનીના નેતૃત્વવાળી અફઘાન સરકારના કોઈપણ પ્રતિનિધિને સાર્ક વિદેશ મંત્રીઓની બેઠકમાં કોઈપણ કિંમત પર મંજૂરી આપવામાં આવશે નહીં. મોટાભાગના સભ્ય દેશોએ પાકિસ્તાનની આ વિનંતીનો વિરોધ કર્યો. ત્યારબાદ સામાન્ય સહમતિ ન બની શકી અને 25 સપ્ટેમ્બરે યોજાનારી સાર્ક વિદેશ મંત્રીઓની બેઠક રદ્દ કરવી પડી છે.

 117 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી