સાબરકાંઠા: વાવડી ગામની સીમમાંથી ગળે ફાંસો ખાધેલી લાશ મળી

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા વાવડી ગમ્મની સીમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. વહેલી સવારે આંબાના ઝાડ પર લાશ લટકતી જોવા મળી હતી.

ઘટનાની જાણ ગાંભોઈ પોલીસને થતા ગાંભોઈ તથા સાબરકાંઠા પોલીસ કોઈ અનુચિત બનાવ ણ બને તે માટે ઘટના સ્થળે પોચી ગયા હતા. મૃતક કૌશિક કુમાર અમરતભાઈ પ્રણામી રહે.

ચંપલાંનાર તા. હિંમતનગર જીલ્લો સાબરકાંઠા . કોઈ અગમ્ય કારણોસર જીવન ટુકાવ્યું હતું. જેમની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ગાંભોઈ સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે. એફએસએલની ટીમ દ્વારા ગુના અંગે તપાસ હાથ ધરી હતી.

મૃતકના પરિવાર ન્યાયની માંગ સાથે ગાંભોઈ પોલીસ મથકે એકઠા થયા હતા. જેમ નાયબ પોલીસ અધિક્ષક બી.સી બારોટની સમજાવટબાદ મમલો થાળે પડ્યો હતો. આ અંગેની વધુ તપાસ ગાંભોઈ પોલીસ કરી રહી છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી