September 20, 2021
September 20, 2021

સાબરકાંઠા : પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઇ

કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા કરી અપીલ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં મોહરમ અને જન્માષ્ટમી સહિત દશામાની મૂર્તિ વિસર્જનને લઇને પ્રાંતિજ પી.આઇ એચ.એસ.ત્રિવેદી દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરના અગ્રણીઓ વેપારીઓ વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિતની બેઠક યોજાઇ.

પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પી.આઇ એસ.એચ.ત્રિવેદીની અધ્યક્ષતામા શાન્તિ સમિતિની બેઠક પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી. જેમાં પ્રાંતિજ મહિલા પીએસઆઇ એ.બી.મિસ્ત્રી નગર પાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, યોગેશભાઈ રાવલ, રાણા વકીલ, નટુભાઇ બારોટ, સહિત હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો વેપારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાન્તિ અને એક્તા જળવાઇ તે માટે ની પ્રાર્થના કરી હતી.

આ વર્ષે પણ મોહરમના દિવસે નિકળતા તાજિયા જુલૂસ નહી કાઢવા તથા જન્માષ્ટમીના દિવસે યોજાયાતા મટકી ફોડ સહિતના કાર્યક્રમો અને શ્રી દશામાની મૂર્તિઓનુ વિસર્જન ઉપર પણ કોરોનાની ગાઇડ લાઇનને લઈને રોક લગાવવામા આવ્યો છે અને સરકાર જાહેર નામુ બહાર પાડયુ છે તો પ્રાંતિજ પીઆઇ એસ.એચ. ત્રિવેદી દ્રારા સરકારની ગાઇડ લાઇનનુ ચૂસ્ત પણે પાલન કરવા અને સહિયોગ આપવા પ્રાંતિજ તથા તાલુકાના લોકો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને સરકારની ગાઇડ લાઇનનુ પાલન કરવા અપીલ કરી હતી અને તમામે-તમામ તહેવારો સાંદગી પૂર્વક પોતાના ધરેજ ઉજવવા નગરજનો તથા તાલુકાના લોકોને જણાવ્યુ હતુ .

 51 ,  1