સાબરકાંઠા: પ્રાંતિજમા ચૂડવેલ નામની જીવાતનો ત્રાસ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમાં આવેલ ગૌવરીચોક ખાતે છેલ્લા ત્રણ દિવસ થી ચૂડવેલ નામ ની જીવાતો નો ત્રાસ વધતાં રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે તો રહીશો ને ધરો માં રહેવું પણ હાલ તો મુશ્કેલ બન્યું છે તો તંત્ર દ્વારા દવાનો છટાવ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે .

પ્રાંતિજ નાનીભાગોળ વેરાઇ માતા મંદિર પાસે આવેલ ગૌવરીચોક ખાતે કિડીયાળા ની જેમ ચૂડવેલો નો ઉપદ્રવ વધતાં આ વિસ્તાર ના રહીશો તોબા- તોબા પોકારી ઉઠયા છે અને ધરો ની અંદર પાણી ના રેલા ની જેમ દિવસ દરમ્યાન અનેકવાર ધુસી જતાં મહિલા ઓ દ્વારા જાડું મારતા નજરે પડે છે તો રસોડા સુધી પહોચી જતાં રસોઇ કે ધર કામ સહિત ના કામોમાં મહિલા ઓને મુશ્કેલીઓ પડે છે.

તો રહીશો ચૂડવેલો ને તગાડા ભરી ભરીને ધરો માંથી બહાર ફેકે છે પણ ચૂડવેલો ઓછી થવાનું નામ નથી લેતી તો આ વિસ્તાર માં જયાં જુઓ ત્યાં મકાનોમાં દિવાલો ઉપર ઓસળી માં ધરો માં કે છેક ત્રણ ત્રણ માળ ના મકાનો ઉપર ચૂડવેલો જોવા મળે છે ત્યારે હાલતો ચૂડવેલો ને લઇને રહીશો તોબી તોબા પોકારી ઉઠે છે તો તંત્ર દ્વારા દવાનો છટાવ કરવામાં આવે તેવી માગ પણ રહીશો દ્વારા ઉઠવા પામી છે .

 93 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી