આજે સમગ્ર દેશમાં મોબ લીન્ચિંગ (ટોળાઓ દ્વારા કરવામાં આવતી હિંસાઓ)ની ઘટનાનું પ્રમાણ વધી રહ્યું છે. ઠેર ઠેર આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે.
તેના પ્રત્યાઘાત સ્વરૂપે આજે હિંમતનગર ખાતે બહુજન કરંતી મોરચાના સભ્યો દ્વારા વધી રહેલા મોબ લીન્ચિંગની ઘટનાઓ સામે સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશોનું ચુસ્ત પણે અમલ કરાવવા તેમજ તબરેજ અન્સારીના પરિવારને વળતર અને ન્યાય મળે તે માટે આજ રોજ હિંમતનગર કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યો છે.
આ આવેદન પત્ર આપવાની ઘટનામાં મુસ્લિમ સમાજની સાથે ઘણા હિંદુ ભાઈઓ પણ જોડાયા હતા. જુમ્મા મસ્જીદ, હસન શહીદ દરગાહ પાસેથી ન્યાય મંદિર થઇને DSP કચેરી થઈને હાજીપુરા થઇને કલેકટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. જેમાં 8000 કરતા વધુ મુસ્લિમ અને હિંદુ ભાઈઓએ ભાગ લીધો હતો.
64 , 1