સાબરકાંઠા: શોભાના ગાંઠીયા સમાન, ધૂળ ખાતા ટ્રાફિક સિગ્નલ્સ

સાબરકાંઠા જીલ્લાનું વડુ મથક હિમતનગર. આસપાસના ગામડા ના લોકો ખરીદી માટે, સારવાર માટે, અથવા કઈ પણ નાનું મોટું કામ હોય દોડતા અહીં જ આવવું પડે છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. નગર પાલિકાએ શહેરમાં ટ્રાફિક સિગ્નલ્સ મુકાવ્યા ઘણું સારું કામ કર્યું. થોડા દિવસ તેનો અમલ પણ કરવામાં આવ્યો. લોકોને ટ્રાફિકના રુલ પણ સમજાવ્યા હતા.

પરંતુ નવી વહુ નવ દિવસની જેમ બધું જ ત્યાનું ત્યાં. કોઈ જ સિગ્નલ્સ નહીં કોઈજ પોલીસ મેન નહીં. જેને જેમ જવું હોય તેમ જાય છે. અમારે ખર્ચો પાડવો હતો. અમે પાડી દીધો. કેટલા રૂપિયા કોના ખિસ્સામાં ગયા. કેટલી કટકી કોના ખિસ્સામાં ગયી. એ કોઈને નથી ખબર. તમારે જનતા એ તે જાણવા ની જરૂર નથી.

તમારે તો માત્ર મત આપવાના, અમને જીતાડવાના. જીત્યા બાદ અમારે તમારા ટેક્સના રૂપિયાનો ક્યાં કેવો વહીવટ કરવો તે અમારે જોવાનું રહ્યું. તે અમારી જાગીર છે. આજ ઉક્તિ ને નગર પાલિકા સાચી ઠેરવી રહી છે. ટ્રાફિક વિભાગના અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એક પણ ચાર રસ્તા યોગ્ય રીતે ટ્રાફિક સિગ્નલ ફીટ બેસતું જ નથી. કોઈની પાઘડી અને કોઈનું માથુંની જેમ મારી મચડીને ફીટ બેસાડવામાં આવ્યા છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી