સાબરકાંઠા : ગુન્હામાં નાસતા ફરતા ત્રણ આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગની સુચના અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીક ના અદેશાનુસાર નાસતા ફરતા આરોપીઓને પકડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ વી.આર.ચાવડા પો.ઇન્સપેકટર એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ જુદાજુદા બે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પકડવામાં જિલ્લા એલસીબીને સફળતા મળી છે .

પ્રથમ ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસ મથકે નોંધાયેલ ગુનાામાં સંડોવાયેલ મહિલા આરોપીની બાતમી મેળવી રખીયાલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૭/૨૦૧૮ ઇપીકો ક. ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીબેન તારાબેન વા/ઓ મહેતાબસિંહ ધુળસિંહ ઝાલા રહે. મોઢુકા તા. તલોદ જી. સાબરકાંઠા નાઓને મહિલા વુપોકો કંચનબેનને સાથે રાખી મોઢુકા ગામ તા. તલોદ જી. સાબરકાંઠાથી આજરોજ તા.૧૧/૦૮/૧૯ ના ક.૦૭/૧૫ વાગે સી.આર.પી. સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી તલોદ પો.સ્ટે. સોંપી રખિયાલ પો.સ્ટે. આરોપી બેનને સોંપવા આગળની કાર્યવાહી કરવા જાણ કરી છે.જ્યારે અન્ય એક તલોદ પોલીસ મથકે નોંધાયેલ ગુના માં પણ નાસતા ફરતા આરોપી ને સાબરકાંઠા એલસીબી એ ઝડપી પાડ્યો છે. તલોદ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૫૨૪૬/૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી જુગાજી પુંજાજી મકવાણા (ઝાલા) રહે. જુના ઉંટરડા તા. બાયડ જી. અરવલ્લી નાને તલોદ ટાવર વિસ્તારથી આજરોજ તા.૧૦/૦૮/૧૯ ના ક.૧૩/૨૦ વાગે સી.આર.પી. સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી તલોદ પો.સ્ટે. સોંપેલ છે.

વોન્ટેડ આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

પોલીસ અધીક્ષક સાબરકાંઠા ચૈતન્ય મંડલીકએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. કે.એચ.સુર્યવંશી તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ બી.જી.ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. પી.વી.ગોહિલ તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહી છે.


તે દરમ્યાન ગઇકાલરોજ પો.સબ.ઇન્સ. પી.વી.ગોહિલ તથા ડી સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે ગોધરા ટાઉન એ ડીવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના રૂ.૧૯,૪૬,૦૦૦/-(ઓગણીસ લાખ છેતાળીસ હજાર) ની છેતરપીંડીના ગુન્હાના કામનો આરોપી ઘનશ્યામ જયવંતભાઇ પટેલ ઉ.વ.૩૨ રહે.૩,હરીકૃષ્ણ સોસાયટી,અંકલેશ્વર મહાદેવ રોડ,ગોધરાવાળો પાસપોર્ટ આધારે અમદાવાદ એરપોર્ટ થી વિદેશમાં નાસી જવાની ફીરાકમાં હોય જેને પકડી સી.આર.પી.સી.કલમ-૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ આરોપીને ગોધરા ટાઉન એ ડીવીઝન પો.સ્ટે. માં જાણ કરવામાં આવેલ છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી