સાબરકાંઠા: મોડે મોડે પણ મેઘરાજાની પધરામણી થઇ, ખેડૂત મિત્રોને માથેથી આફત ટળી

સામાન્ય રીતે જુન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઇ જતી હોય છે. અને તે રીતે જ ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે વરસાદ ખેચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો હતો. મહા મોંઘા બિયારણનો ખર્ચો કરીને વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિથી જગતનો તાત મુશ્કેલી અનુભવી રહ્યો હતો.

પરંતુ મોડે મોડે આવેલા વરસાદે ખેડૂતની ચિંતા હાલ તો દુર કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં જીલ્લામાં 204 મીમી જેટલો વરસાદ પડ્યો છે. અને ખેડૂતના સુકાતા પાકને નવું જીવતદાન મળ્યું છે.

હવામાન ખાતાની માહિતી અનુસાર સાબરકાંઠા જીલ્લામાં કુલ 841 મીમી જેટલો સીઝન નો વરસાદ નોધાય છે. ગયા વર્ષે 29 જુલાઈ સુધીમાં સીઝનનો કુલ 100 ટકા વરસાદ પડી ચુક્યો હતો. પરંતુ આ વર્ષે વરસાદ ખેચાતા આત્યાર સુધીમાં સીઝન નો કુલ 26.42 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે.

જીલ્લા ખેતીવાડી નિયામકના જણાવ્યા અનુસાર જીલ્લામાં કુલ 2,30,000 હેક્ટર જમીનમાં વાવેતર થાય છે જેમાંથી આ વર્ષે કુલ 1,98,000 હેકટરમાં જ વાવેતર કરવામાં આવ્યું છે. અને આજ રીતે જો મેઘ મહેર વરસતી રહેશે તો પાકને કોઈ જ નુકશાન નહિ થાય. પરંતુ જો વરસાદ હજુ પણ ખેચાસે તો જીલ્લામાં ખેતી પાકને જરૂરથી નુકશાન થશે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી