સાબરકાંઠા: જિલ્લા સેવાસદન ખાતે મહેસુલી કર્મચારીઓ દ્વારા ધરણાં

સાબરકાંઠા જિલ્લામાં મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓ પોતાની માંગોને લઇ રજાનાં દિવસે પણ હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા ઉપર બેઠા હતા અને વિવિધ પડતર પ્રશ્નો નાં નિકાલ ની માંગ કરી હતી.

હિંમતનગર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ના મહેસુલી કર્મચારીઓ દ્વારા પ્રમોશન સહિતના પ્રશ્નોનો નિકાલ ન આવતા પતેતીની રજાના દિવસે મહેસુલી કર્મચારીઓ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાં ઉપર બેઠા હતા. સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહિં આવે તો તા.28 ઓગષ્ટથી બે મુદતી હડતાળ ઉપર જવાની ચિમકી ઉચ્ચારી છે.

છેલ્લા ઘણાં સમયથી મૌખિક તથા લેખિત રજૂઆતો કરવા છતાં પ્રમોશન સહિતના પ્રશ્નોનો નિકાલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ વર્ગ-3 દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે પતેતીની રજા હોવા છતાં સાબરકાંઠા જિલ્લાના કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે આવી ધરણાં ઉપર બેઠા હતા અને સરકાર વિરૂધ્ધ પોતાના પ્રશ્નોના નિકાલ માટે સુત્રોચ્ચાર કર્યા હતા.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી