પ્રાંતિજમાં મોડે મોડે પણ મેઘરાજાની પધરામણી, રેલ્વે અંડર બ્રીજમાં પાણી ભરાયા

સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભરમાં મેઘરાજા નું મોડે મોડે પણ આગમન થતા ધરતી પુત્રો સહિત ગુજરાત ભરમાં લોકોમાં ખુશી જોવા મળી રહીછે તો અનેક જગ્યાએ વરસાદી પાણી ભરતા સમસ્યાઓ પણ ઉભી થવા પામી છે.

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં પણ મેઘરાજા ની મોડેમોડે પણ અસીમ કૃપા જોવા મળી છે તો પ્રાંતિજ સહિત તાલુકા માં મોડીસાંજે થી વરસેલો વરસાદ સવાર સુધીમાં સાડા ત્રણ ઇચ વરસાદ ખાબક્યો હતો. તો અને પ્રાંતિજ સહિત તાલુકા માં ખેતરો સહિત નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાય હતાં તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલ્વે અંદર બ્રીજ માં પાણી ભરાયું હતું જેને લઈને ત્યાંથી રોજીદુ અવરજવર કરતા લોકો તથા વાહન ચાલકો સલવાયા હતાં.

અન્ય કોઇ માર્ગ કે વિકલ્પ ના હોવાથી ના છુટકે પાણી માં થઇને પ્રસાર થવાનો વારો આવ્યો હતો તો નાના વાહનો બાઇક , એકટીવા , ઓટો રીક્ષા અધ્ધ વચ્ચે બંધ થતાં વાહન ચાલકો સલવાયા હતાં તો હાલતો અંદર બ્રીજ માં પાણી ભરતાં નાના વાહન ચાલકો તથા અંદર બ્રીજ અવરજવર કરતા લોકો ની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ત્યારે અહીં બાજુમાં સોસાયટીઓ આવેલ છે તો જવાબ દાર તંત્ર દ્વારા કાયમી ઉકેલ થાય તેવી પણ હાલતો માંગ ઉઠવા પામી છે ત્યારે હાલતો અહીં થી અવરજવર કરવાનો એકજ માર્ગે હોય અંદર બ્રીજ બનતા લોકો ને વરસાદી પાણી ને લઇને મુશ્કેલીઓમાં વધારો થયો છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી