સાબરકાંઠા: સરકારી સબસીડી વાળું 31,000 કિલો ખાતર ઔદ્યોગિક એકમોને વેચી મારવાનું કૌભાંડ

સાબરકાંઠા જીલ્લામાં ખાતરની બેગોમાંથી ઓછું ખાતર નીકળવાનો મુદ્દો માંડ શાંત પડ્યો છે ત્યાં સરકારી સબસીડી વાળું ખાતર બારોબાર વેચી દેવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હિમતનગરનાં પીપલોદી ગામ પાસે આવેલા એક શેડમાં ખાતરની 620 બેગો હોવાનું ખેતીવાડી વિભાગને જાણવા મળ્યું હતું.. ત્યારે ખેતીવાડી વિભાગે રેડ કરી આ તમામ જથ્થો ઝડપી પાડ્યો હતો.

નીમ કોટેડ યુરિયાની ખાતરની બેગોનું અહીં રી-પેકિંગ કરવામાં આવતું હતું. 230 રૂપિયામાં સબસીડીના ભાવે આ ખાતરની ખરીદી કરીને તેને 1200 રૂપિયામાં ઔદ્યોગિક એકમોને વેચી દેવામાં આવતું હતું.. ત્યારે ખેતીવાડી વિભાગે ગોડાઉનના માલિક જયેશભાઈ મહેતાની પૂછપરછ હાથ ધરી હતી.

હાલમાં તો આ ખાતર ખેડૂતો પાસેથી ખરીદ્યું હોવાનું જણાવી ખેતીવાડી વિભાગ મુખ્ય સુત્રધારોના બચાવમાં આવ્યું છે. આ સમગ્ર કૌભાડમાં એક થી વધુ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાનું હાલ તો જણાય છે ત્યારે અહી સવાલો અનેક ઉભા થાય છે. આટલો બધો જથ્થો ખરીદવા પાછળ ખેડૂતોનું નામ આગળ કરી કોઈ સહકારી મંડળીને બચાવવાના પ્રયાસ તો નથી થઇ રહ્યા?

જી.એસ.ટી વગરનો માલ હોવા છતાં સેલ ટેક્ષ વિભાગને કેમનાં બોલાવાયું ?? બપોરની કામગીરી ચાલુ હોવા છતાં મોડે સુધી પોલીસ ફરિયાદ કેમ દાખલ નાં કરાઈ ? અહી સવાલો અનેક ઉભા થયા છે. ત્યારે હવે ખેતીવાડી વિભાગ આ સમગ્ર કૌભાંડમાં આરોપીઓને છટકબારી આપે છે કે પછી તેમની સામે કાયદોનો ગાળિયો ભીંસે છે તે તો સમય જ બતાવશે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી