સાબરકાંઠા: મહોબ્બતપુરા ગામના કુવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકાના મહોબ્બતપુરા ગામના કુવાની સીમમાંથી યુવતીની લાશ મળી આવેલ છે. ગામવાસી દ્વારા પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને યુવતીની લાશને બહાર કાઢી હતી.

ચીફ ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડાના જણાવ્યા અનુસાર, મહોબ્બતપુરાની સીમમાં આવેલ અસ્લમભાઈ વિજાપુરના કુવામાંથી લાશ મળી આવી હતી.

તપાસ કરતા લાશ શિલ્પા બહેન ભીખાભાઈ ચમાર ઉમર 22 રહે. તાજપુરની હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે હિતેશ ભીખાભાઈ સોલકીએ પોલીસમાં ફરિયાદ કરી છે.

 15 ,  1