સાબરકાંઠા : હિમતનગર ખાતે ભુવા પાડવાનો સિલસિલો યથાવત

આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા ઘણું મોડું શરુ થયું છે. હવામાન ખાતાના આંકડા પ્રમાણે ગત 29 જુલાઈ 2018ના રોજ સીઝન નો કુલ 100 ટકા વરસાદ પડી ચુક્યો હતો. જયારે આ વર્ષે ચોમાસું જાણે રિસાઈ ને બેઠું સામાન્ય વરસાદ માં તેમ લાગી રહ્યું છે. હજુ સુધી સીઝન નો માત્ર 26 ટકા વરસાદ પડ્યો છે.

આટલા મામુલી વરસાદ માં પણ નગર પાલિકા તંત્ર ની પોલ લોકો ની નજર સામે આવી ગઈ છે. મામુલી વરસાદ માં પણ હિમતનગર છાપરીયા વિસ્તારમાં માસ મોટા ભુવા પડવાનું ચાલુ થઇ ગયેલ છે. આગાઉ સીઝનનો પહેલો વરસાદ પડ્યો ત્યારે પણ છાપરીયા વિસ્તારમાં ૧૦ ફૂટ જેટલા ઊંડા ખાડા પડ્યા હતા. અને જેને તાત્કાલિક ધોરણે પાલિકાએ પુરણ કરાવીને ઢાંક પીછોડો કર્યો હતો.

ગતરાત્રીએ પડેલા વરસાદ માં ફરી એ જ જગ્યાએ મસ મોટા ભુવા પડતા હવે પાલિકાની કામગીર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. રાત્રી ના સમયે આટલો મોટો ભૂવો ગમે તેવી મોટી જાન હાની સર્જી શકે તેમ હતો. શું પોતાના થોડા સ્વાર્થ માટે પાલિકા તંત્ર સામાન્ય જનતા ના જીવ ની કોઈ જ કિંમત નથી…

આ જે જગ્યા પર વારંવાર ભુવા પડી રહ્યા છે તે રોડ જીલ્લા આર એન્ડ બી ના તાબામાં આવે છે. પરંતુ તેની નીચે થી વરસાદી પાણી ની મોટી લાઈન પસાર થઇ રહી છે. જેમાં લીકેજ હોવાના કારણે વારંવાર એક જ જગ્યા ઉપર માસ મોટા ભુવા પડી રહ્યા છે. આ અંગે જીલ્લા આર એન્ડ બી તરફ થી પણ પાલિકા ને ચેતવણી આપવામાં આવી છે. હવે જોવું રહ્યું કે પાલિકા માત્ર રોડ પૂરીને સંતોષ માને છે કે પછી પાઈપ લાઈન માં લીકેજ શોધીને કાયમી નિરાકરણ લાવે છે…?

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી