સાબરકાંઠા: વદરાડ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ, ખેડૂતો માટે આદર્શ સેન્ટર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનુ વદરાડ ગામ દેશ દુનિયામાં પ્રસિધ્ધિ પામ્યુ છે. ગામની કોઈ વિશેષતાના કારણે નહી પરંતુ તેના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ થકી. ખેડૂતો સતત પાક પરિવર્તન કરતા રહે, પાક પધ્ધતિ બદલે અને તેની સાથે સાથે ટલક કે સ્પીંકલર સિંચાઈ પધ્ધતિ અપનાવે તે માટે આ સેન્ટર સતત કાર્યરત રહે છે. પ્રાંતિજ તાલુકાના મામરોલ ગામના ખેડૂત સમીર પટેલ લગભગ રૂપિયા ૨૦ લાખની શાકભાજી પકવે છે. તેઓ કહે છે કે.

“આ સેન્ટર ઓફ એક્સેલન્સફોર વેજીટેબલ “ ખેડૂતો માટે ખુબ મહત્વનું પુરવાર થયું છે…” તો ઘન્શ્યામ પટેલ પણ આ સે ન્ટરની પ્રવૃત્તિને આવકારતા કહે છે કે, આ સેન્ટરમાંથી ધરૂ મેળવીને અમે સધ્ધર થયા છે. સમીર પટેલ પોતાની તથા ખેડવા માટે અન્ય ખેડૂતોની લીદેલી જમીન થઈને કુલ ૬૦ વિઘા જમીનમાં શાકભાજી પકવે છે.

છેલ્લાં ૫ વર્ષમાં સેન્ટર દ્રારા ૫૦,૦૦૦ ખેડુતોને તાલીમ આપવામાં આવી છે. અને ૯૫,૦૦૦ થી પણ વધુ ખેડુત મુલાકાતીઓએ આ સેન્ટર ની મુલાકાત લીધી છે. જ્યારે ૪૦૦૦ થી વધુ ખેતીના સ્નાતકોએ મુલાકાત લીધી છે.

આ સેન્ટરની સ્થાપના વર્ષ ૨૦૧૩માં કરાઈ હતી. સરકાર માટે ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય તેમજ રાજયના ખેડૂતો નવીનતમ ખેત પધ્ધતિ અપનાવે તે માટે કૃષિક્ષેત્રે એક અનોખુ કદમ આ સેન્ટર પુરવાર થયું છે.

કૃષિ ક્ષેત્રે જ્યારે દેશ વિકાસ કરી રહ્યો છે, ત્યારે બાગાયતી પાકોનો તેમાં ફાળો વિશેષ સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્ય બાગાયતી પાકોની ખેતી તેમજ ઉત્પાદનમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં શાકભાજી પાકોની ખેતી નો વ્યાપ વધી રહ્યો છે તેવા સમયમાં ઉચ્ચતમ ટેકનોલોજી, નિદર્શન, માર્ગદર્શન, તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો અધતન તાલીમ દ્રારા સારૂ ખેત વળતર મેળવી શકે આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને તે હેતુથી ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદરાડ ખાતે સૌપ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ ની સ્થાપના કરવામાં આવી.

સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર વેજીટેબલ વિશે માહિતી આપતા મદદનીશ બાગાયત નિયામક નિલેશભાઇ પટેલે જણાવ્યુ કે ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ-૨૦૧૩ થી કાર્યરત છે. જેની મુખ્ય કામગીરી શાકભાજી ની ખેતીની વિવિધ પધ્ધતિઓની તાલીમ, રાહતદરે રોગ મુક્ત ધરૂ ઉછેર, શાકભાજી પાકો તથા તેની જાતોના નિદર્શનો, ગ્રીનહાઉસ તથા નેટહાઉસના પાકોના નિદર્શન અને માહિતી, શાકભાજીની રક્ષિત ખેતી માટે નવી જાતોનું સ્ક્રિનીંગ કરવું,ચોકસાઈ પૂર્વક(Precision Farming) ખેતી વિશે નિદર્શન અને સમજણ આપવી, શાકભાજીના ગ્રેડીંગ, પેકિંગ અને કાપણી પછીના વ્યવસ્થાપન માટેની શ્રુંખલાનું નિદર્શન કરવું, ઇન્ડો-ઇઝરાયેલ ટેકનૉલોજીની આપ-લે કરવી.

ગુજરાત રાજ્યનું એક માત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે ૨ હેક્ટરના વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના ૨૦ જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રકચર આવેલ છે. જેમાં હાઈ-ટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઉંચાઈ ના પોલી હાઉસ, જુદા-જુદા રંગના શેડ નેટ હાઉસ, ઈન્સેક્ટ નેટ હાઉસ, વોક ઈન ટનલનો સમાવેશ થાય છે. તદઉપરાંત શાકભાજીના ધરૂં ઉત્પાદન તેમજ વેજીટેબલ ગ્રાફટીંગ માટે અધતન પ્લગ નર્સરી અનુક્રમે ૨૦૦૦ ચો.મી તેમજ ૫૦૦ ચો.મી ની પણ બનાવવામાં આવેલ છે.

જેના દ્રારા ખેડુતો રાહતદરે રોગ મુક્ત ધરૂ મેળવી શકે. આ સેન્ટર ના અન્ય આકર્ષણો જેવાં કે, ૨ હેકટરમાં ખુલ્લા ખેતરમાં શાકભાજીની વિવિધ ટેકનોલોજીના નિદર્શન પ્લોટ, જર્મીનેશન ચેમ્બર, માઈક્રો ઈરીગેશન, ફર્ટીગેશન માટે ઓટોમાઈઝેશન યુનિટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર,શાકભાજીના ગ્રેડીંગ-શોર્ટીંગ માટેનું મોડેલ પેક હાઉસ, રીટેઈલ આઉટલેટ, અધ્યતન તાલીમ કેન્દ્ર તેમજ વહીવટી સંકુલ નો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ટોમેટો, ચેરી ટોમેટો, કેપ્સીકમ, કાકડી, ડુંગળી, તરબુચ, ભીંડા, ફણસી, રેડ કેબેજ, બ્રોકોલી જેવાં વિવિધ શાકભાજી પાકોના નિદર્શન અત્રે ગોઠવવામાં આવે છે. તેમજ આદિજાતિ તેમજ અનૂ.સુચિત જાતિના ખેડુતો ને ૭૫ ટકા સહાયના ધોરણે બિયારણ લાવ્યા બાદ આ સેન્ટર પર ધરૂં ઉછેર કરીને આપવામાં આવે છે. જેનાથી રાજ્યમાં આદિજાતિ તેમજ અનૂ.સુચિત જાતિના ખેડુતો કે જેઓ ટુંકી જમીન ધરાવે છે તેઓ પણ શાકભાજી પાકોની ખેતી કરી આવક મેળવતાં થયાં છે.

આ સેન્ટર ની મુકાલાત ઇઝરાયેલ ના ક્રુષી મંત્રી તાર સમીરે ૨૦૧૪ માં તથા ભારત અને ઇઝરાયેલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને બેન્ઝામીન નતાન્યાહુ એ ૨૦૧૮માં તથા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી એ ગત વર્ષમાં લીધી હતી. ખેડૂત માટે આ સેન્ટર સાચા અર્થમાં ઉપયોગી પુરવાર થયું છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી