સાબરકાંઠા : મોબાઇલ “પોકેટકોપ” નો ઉપયોગ કરી રાજ્યમાં વાહન ચોરી કરતી ગેંગને ઝડપી પાડી

સાબરકાંઠા જિલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના મોટર સાયકલ ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ અગાઉ બનેલ ગુન્હાઓ શોધી કાઢવા મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગરની સુચના અનુસાર લોકલ ક્રાઈમ બ્રાંચના પી આઈ વી.આર.ચાવડા તેમજ તેમની હાથ નીચેના તમામ પીએસઆઈ અને સ્ટાફ દ્વારા સઘન વોચ ગોઠવીને ચોરીના ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા એક્શન પ્લાન ઘડી કાઢી લાંબા સમયથી મોટર સાયકલ ચોર ઇસમો ઉપર વોંચ રાખી હતી.

તેમજ બાતમીદારો કામે લગાડી ખુબજ જહેમત ઉઠાવી અસરકારક બાતમી મેળવી પોકેટકોપનો ઉપયોગ કરી ૪ ઈસમો ને ઝડપી પડ્યા હતા અને તેમની પાસેથી ૪૮ જેટલા વાહનો પણ કબજે કર્યા હતા. કુલ ૪૮ વાહન ચોરી તથા ૧ લુંટના ગુન્હાઓનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી