સાબરકાંઠા: બુટલેગર પણ કહે છે કે મારે તો કાયદામાં રહેવું પડે…!

સાબરકાંઠા પોલીસના દારૂ-જુગાર બંધીના દાવા પોકળ

સાબરકાંઠા જિલ્લામાં અગાઉ ફરજ બજાવી ચુકેલા પોલીસ અધિકારીના વહિવટદાર તરીકે જાણીતા એક કર્મચારીના રૂઆબથી દાઝેલા બુટલેગર મનુ ભીલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પોલીસ અધિકારીના વહીવટદારને અને ઇન્ચાર્જ PSIને બેફામ અપશબ્દો બોલી રહ્યો છે, આ વીડિયોને કારણે હાલ તો પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. ઘણા પોલીસ કર્મીઓ આ વીડિયોને કારણે અંદરોઅંદર ખૂશ પણ દેખાઈ રહ્યા છે.

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સાબરકાંઠા પોલીસ અને સરકારના દારૂ –જુગાર બંધીના કાયદા પોકળ અને માત્ર કાગળ ઉપર જ છે. સ્થાનિક પોલીસના ઉઘરાણાને કારણે રાજસ્થાન સરહદને અડીને આવેલા આ જીલ્લામાં સ્ટેટ વિજીલન્સના આંટાફેરા પણ ઘણા વધી ગયા છે. હાલ તો વીડિયો જોઇને એવું લાગી રહ્યું છે કે, હિંમતનગર B ડીવીઝનના ત્રાસથી કંટાળીને આ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ અંગે B ડીવીઝન ઇન્ચાર્જ PSI સાથે સંપર્ક કરતા તેમનું કહેવું છે કે, મનું ભીલ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપ ખોટા છે. મનું ભીલ વિરુદ્ધ 9 જેટલા મારામારીના પોલીસ કેસ છે. અને મહિલાએ તેની વિરુદ્ધ 356નો કેસ દાખલ કરેલ છે અને વધુમાં મનું ભીલની માતાએ પણ તેની વિરુદ્ધમાં મારામારીની ફરિયાદ દાખલ કરેલ છે.

જયારે જીલ્લાના પોલીસ વડા ચૈતન્ય માંડલિક સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મનું ભીલ એક બુટલેગર છે અને તેની વિરુદ્ધ તડીપારની નોટીસ આપવામાં આવી છે અને માટે જ તે આ પ્રકારની હરકત કરી રહ્યો છે.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી