હિંમતનગર-વિજાપુરને જોડતો સાબરમતી નદીનો પુલ દબાયો

સતત ભારે વરસાદને કારણે હિંમતનગર -વિજાપુર હાઇવે પર દેરોલ નજીક સાબરમતી નદીના પુલનો વિજાપુર બાજુના છેડે રોડ અને પુલને જોડતો છેડો દબાઇ જતાં ભયજનક સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇ ટ્રાફિક એક સાઇડ કરવાની ફરજ પડી છે. આ રોડ હિંમતનગર તાલુકા સહિત અરવલ્લી જિલ્લાને મહેસાણા જિલ્લા સાથે જોડતો મુખ્ય માર્ગ હોવાથી, આવતા જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં જ પ્રશાસન સહિત એન્જીનીયરની ટિમ તાત્કાલિક પુલ પર પહોંચી નિરીક્ષણ હાથ ધર્યું હતું, આ મામલે તંત્રએ જણાવ્યું હતું કે, પુલ ને કોઈ નુકશાન નથી માત્ર ઉપર નો રોડ ને જ નુકશાન થયું છે. અને તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધર્યું હતું

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી