સાબરમતી કે સંત, તેરા જીવન..? લહુ સે લથપથ… અગ્નિપથ…. અગ્નિપથ…!!

ઘણા માટે ગાંધીજી એક રમકડુ છે- ખેલા…તોડા..ફોડા…ઔર ફેંકા..!

ગાંધીજી વિશે કુછ ભી બોલો, કુછ ભી લિખો…ગુજરાત મસ્ત-ગાંધીસેવક મસ્ત..મસ્ત..

જરા છત્રપતિ શિવાજી વિષે એક શબ્દ તો આડુઅવળુ બોલી જુઓ…

કંગના શિવસેના અંગે બધુ બોલશે પણ છત્રપતિ વિશે..? હોય..વોય.. ક્યા મૌન હૈ જી..!

30 જાન્યુઆરીએ મૌનાંજલિ અર્પીને ગાંધીજીને યાદ કરીએ..

મહાત્માને નેહરૂએ કેમ ભારત રત્ન ના આપ્યું…?

({ નેટ ડાકિયા- ખાસ અહેવાલ })

  • મોહનદાસ કરમચંદ ગાંધી..મિ. બેરિસ્ટર ગાંધી..એમ.કે. ગાંધી..ગાંધીબાપુ…અને છેલ્લે રાષ્ટ્રપિતા ગાંધીજી.
  • જે સત્ય લાગે તે જ કહેવુ અને તેને જ અપનાવવુ,…
  • દુનિયા સ્વીકારે કે ના સ્વીકારે…તેમંને એકલા પડી જવાનો ડર નથી લાગતો….
  • આખી દુનિયા એક તરફ અને હું એક તરફ એવી સ્થિતિ પેદા થાય તો પણ હું વિચલિત નથી થતો.
  • નવુ સત્ય સમજાય તો એ જ ઘડીએ અભિપ્રાય બદલવામાં અને નવુ સત્ય સ્વીકારવામાં તેમને ડર નથી લાગતો, પછી ભલે ને દુનિયા તેમને ઢોંગી અને જુઠાડા કહે…
  • 2, ઓક્ટોબર 1869માં હાલના ગુજરાતના દરિયાઇ શહેર પોરબંદરમાં જન્મ
  • 30 જાન્યુ, 1948માં દિલ્હીના બિરલા ભવનમાં સાંધ્ય પ્રાર્થના સ્થળે જતી વખતે નથૂરામ ગોડસે દ્વારા ગોળીઓ મારીને હત્યા.
  • એક યુગની સમાપ્તિ. એક ગાંધી યુગની સમાપ્તિ.

એવું કોઇ ક્ષેત્ર નહીં હોય કે જેના વિશે ગાંધીજીએ ખેડાણ ના કર્યું હોય. વકીલ, પત્રકાર, લેખક, સમાજ સેવક, બીજાના સુખદુખમાં સહભાગી થનાર, નિરાભિમાની, નાના બાળકની વાત પણ સાંભળવી, જાતિયતાના પ્રયોગ કરનાર, ઉપવાસી, ભલભલાની સામે સત્ય કહેનાર અને પોતાના જીવન વિષે સત્ય, કડવું હોય તો પણ સત્ય લખનાર સત્યવીર, પોતાનો એક દિકરો શરાબી છતાં તેને ન સુધારી શકવાનું સ્વીકારનાર, પત્ની કસ્તુરબા પાસેથી પણ એ સમયના ટોઇલેટ સાફ કરાવવાના આગ્રહી અને છેવટે સત્યાગ્રહી…. આત્મકથાનું નામ પણ કેવું…? સત્યના પ્રયોગો..!

એ પછી ભારતના કોઇ નેતાએ આવી આત્મકથા લખવાની હિંમત કરી નથી. તેમની આત્મકથા દુનિયાની દરેક ભાષામાં અનુવાદ થઇને લાખો કરોડોના મન-મસ્તિક સુધી પહોંચી છે. આજે પણ તેમના દ્વારા અમદાવાદમાં સ્થાપિત પ્રેસ નવજીવનમાં તેમની આત્મકથાના પ્રિન્ટ ઓર્ડર મળે છે.

ગુજરાતમાં જનમેલા ગુજરાતી એવા ગાંધીજી મહામાનવ હતા, આખી દુનિયાના હતા પોરબંદર તેમની જન્મભૂમિ. અમદાવાદ તેમની કર્મભૂમિ. ભારતની મુલાકાતે આવનાર તમામ મહાનુભાવોની સાબરમતી આશ્રમની મુલાકાત વગર ભારત યાત્રા અધૂરી ગણાય છે. સાબરના તીરે આવેલા તેમના આશ્રમમાં કેટલાય મહાનુભાવોના હસ્તાક્ષર સાથેના સંદેશાઓનો સંગ્રહ ભરેલો છે. મને ગાંધી કેવા લાગ્યા તેના વિચારો તેમા લખાયેલા છે. તેના ઉપર એક આખી પી.એચડી પણ થઇ શકે…! ગાંધીજીના જીવનના વિવિધ પાસાઓને આવરીને દેશ દુનિયામા કેટલાય અભ્યાસુઓએ પીએચડીની પદવીઓ ધારણ કરી છે, પણ ગાંધીજીએ કોઇ પીએચડી કરી નહોતી…!! તેઓ પોતે પીએચડીના એક વિષય હતા.

ઘણાં કહેતા પણ હોય છે કે ગાંધીજીને ભારત રત્ન કેમ અપાતુ નથી. ગાંધીજી ભારત રત્નથી ઉપર વિશ્વ રત્ન હતા.દુનિયાના તમામ દેશોના તમામ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો ગુજરાતના આ મહાન સપૂતને એનાયત થાય તો પણ ઓછા પડે એવુ તેમનુ જીવન ગોડસેએ ધાંય…ધાંય…ધાંય….સમાપ્ત કરી નાંખ્યું. ગાંધી હત્યા બદલ તેને ફાંસી થઇ. ગાંધીજીની સાથે ગોડસે પણ અમર થઇ ગયા…

ગોડસે કોણ હતા, તેમણે ગાંધીજીની શા માટે હત્યા કરી, તેમણે ગાંધીજીની હત્યા કરીને બરાબર કર્યું એમ કેટલાક કેમ માને છે, ગાંધી નિર્વાણ દિને ગાંધીજીનું પુતળુ બનાવીને તેને ગોડસેની જેમ કેમ ગોળીઓ મારવામાં આવે છે, ગોડસેના વિચારોને આગળ ધપાવવા(અલબત ગાંધીજીના વિરોધવાળા વિચારો) ગોડસે કી પાઠશાલા મધ્યપ્રદેશમાં હમણાં હમણાં શરૂ થઇને પછી સરકારને ભૂલ સમજાતા ફટાફટ બંધ કરી દેવાઇ, ગાંધીજીના હત્યારા ગોડસેનું મંદિર બનાવીને આરતી કેમ ઉતારવાંમાં આવે છે તેના ઉપર પણ પીએચડી થઇ શકે…

ઘણાં એમ કહે છે કે ગાંધીજીએ ગુજરાતમાં નહીં મહારાષ્ટ્રમાં જન્મ લેવો જોઇતો હતો. કેમ..? છત્રપતિ શિવાજી મહારાજની વિરૂધ્ધમાં એક શબ્દ તો બોલી જુઓ….એક વાક્ય તો લખી જુઓ…તેમના જીવન સાથે ફેરફાર કરને તેમને નકારાત્મક રીતે મૂલવો તો ખરા…શું થાય છે પછી…! શિવસેનાની સામે પડેલી કંગના પણ જાણે છે કે કિસાન આંદોલનમાં ભાગ લેનાર કોઇ મહિલાને 100 રૂપિયાવાળી… કહે તો કોઇ તેમનું કાંઇ બગાડી શકે તેમ નથી. પણ તે સારી રીતે જાણે છે કે જો તે એક શબ્દ મરાઠાકિંગ અને વીર યોધ્ધા છત્રપતિ શિવાજી મહારાજ વિશે આડુઅવળુ બોલશે તો કોઇ તેમને બચાવી શકશે નહીં..!!

અને ગાંધીજી વિષે આવું કોઇ બોલે તો…? અત્યારસુધીમાં દેશ-વિદેશમાં કેટલાય લોકોએ ગાંધીજીના જીવન વિષે ઘોર બદનામી થાય તેવું બોલ્યા, લખ્યું, વાંચ્યુ પણ ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જેવો જવાબ ક્યારેય મળ્યો નથી. “તાંડવ” સીરિયલ કે ફિલ્મના કેટલાક દ્રશ્યો હિન્દુધર્મ વિરોધી એમ કહીને બવાલ મચે પણ ગાંધીજી અંગે કોઇ બફાટ કરે, ખોટુ લખે કે બોલે તો ગરવી ગુજરાતની પ્રતિક્રિયા- મારે શું…?! ગાંધીવિરોધીઓ ભલે ના બોલે પણ જેઓ પોતાને ગાંધીજીના અનુયાયીઓ ગણાવે છે એવા ગાંધીસેવકો, સરકારી ગ્રાન્ટ લેતી અનેક ગાંધી સંસ્થાઓ શું કરે છે-મૌનવ્રત પાળે છે…!

અરે હાં, મૌનથી યાદ આવ્યું-30 જાન્યુઆરી ઢુકડી છે. 30મીએ સવારે 11 વાગે બૈ મિનિટનું મૌન પાળવાનું ન ભૂલતા. આપણે ગાંધીજીનું અપમાન કરનારાની સામે ભલે ના બોલીએ પણ તેમના નિર્વાણ દિને બે મિનિટનું મૌન પાળીને તેમને મૌનાંજંલિ તો ચોક્કસ આપી શકીએ.ગાંધીજી જે છે તે છે. તેની હત્યા ભલે થઇ પણ તેમની વિચારધારા કે કોઇ પણ વિચારધારાની, ક્યારેય પણ દુનિયાના કોઇપણ પ્રકારના અસ્ત્ર-શસ્ત્રથી હત્યા થઇ શકતી નથી…

ગાંધીજી અમર રહો…કાયમ અમારા ખિસ્સામાં રહો…!!

દે દી અમે આઝાદી બિના ખડગ બિના ઢાલ..

સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ….!!

 50 ,  1