સચિને વડાપ્રધાન મોદીનો માન્યો આભાર, જાણો શું છે વિગત

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે માલદીવ ક્રિકેટનો પ્રચાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. સચિને ૧૧ જુને ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ક્રિકેટના પ્રચાર માટે નરેન્દ્ર મોદીજીનો આભાર. માલદીવની ટીમને ટૂંક સમયમાં જ ક્રિકેટના મેપ પર જોવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન સંસદીય બન્યા બાદ પોતાની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા હતા. અહીં મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને ભારતીય ક્રિકેટ ટીમનું હસ્તાક્ષરવાળું બેટ પણ ગિફ્ટ આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, ભારત માલદીવમાં ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ અને અહીંના ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં પણ મદદ કરશે.

આ ક્રિકેટ બેટ પર ક્રિકેટ વર્લ્ડ કપ રમી રહેલા ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓના હસ્તાક્ષર છે જેમાં ગુજરાતી ક્રિકેટર્સ રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનો પણ સમાવેશ થાય છે. આ બેટ પર કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, બુમરાહ, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, યુઝર્વેન્દ્ર ચહલ, મોહમ્મદ શમીના હસ્તાક્ષર છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી