સચિને ઓસ્ટ્રેલિયાની કંપની પર કર્યો કેસ, કહ્યું- 14 કરોડ રૂપિયાની રોયલ્ટી બાકી

સચિન તેંડુલકરે રમતગમત સાથે જોડાયેલો સામાન બનાવનારી કંપની સ્પાર્ટન પર કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે કંપનીએ પોતાની પ્રોડ્કટના પ્રચાર માટે સચિનનું નામ અને તસવીરનો ઉપયોગ કર્યો છે. સચિને તેના માટે સ્પાર્ટનથી 20 લાખ ડોલર (લગભગ 14 કરોડ રૂપિયા)ની રોયલ્ટીની માગ કરી છે.

સચિન તેંડુલકરે કોર્ટમાં કેસ દાખલ કરી કહ્યું સ્પાર્ટન કંપનીએ 2016માં મારી સાથે કરાર કર્યો હતો. આ કરારમાં કહેવામાં આવ્યું હતું કે કંપની પોતાના પ્રોડક્ટમાં સાચન તેંડુલકરના ફોટોનો ઉપયોગ કરશે. આ સિવાય સચિનને રોયલ્ટી સર વર્ષે 10 લાખ ડોલર આપવામાં આવશે.

 15 ,  1