Video: આપોઆપ ચાલવા લાગી સચિનની કાર, કહ્યું- મિસ્ટર ઈન્ડિયા તો નથી ને ?

ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક અદ્ભુત વીડિયો શેર કર્યો છે. સચિને પોતાની BMW ગાડીને પાર્ક કરતા આ વીડિયો બનાવ્યો છે.

આ વીડિયોમાં સૌથી હેરાન કરતી વાત એ છે કે સચિનની ગાડી ડ્રાઈવર વગર પાર્ક થઇ રહી છે અને તેઓ ડ્રાઈવરની બાજુવાળી સીટ પર બેઠા છે. સચિનની આ ગાડી ઓટોમેટિક પાર્કિંગ ગાડી છે જે ડ્રાઈવર વગર પાર્ક થઇ જાય છે.

સચિને વીડિયો શેર કરીને લખ્યું છે કે, ‘મારી કારના ગેરેજમાં જાતે પાર્ક કરવાનો ઉત્તેજક અનુભવ. એવું લાગતું હતું કે મિસ્ટર ઈન્ડિયા (@ અનિલકપૂર) એ તેનો નિયંત્રણ લઈ લીધો છે! મને ખાતરી છે કે મારા મિત્રો સાથેનો બાકીનો સપ્તાહ હંમેશની જેમ ઉત્તેજક રહેશે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી